વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી ઉજવી રહ્યું છે “આરોગ્ય સેવા માસ”
ગોકુલ હોસ્પિટલ રાજકોટના ખ્યાતનામ ડોક્ટરો મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા યોજવામાં આવેલ "આરોગ્ય સેવા માસ"માં પોતાની સેવા આપી લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા એક ઉદાહરણ પૂરું પાડશે.




મોરબીમાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 14 વર્ષથી કાર્યરત વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા અનેક સેવા કાર્ય કરી રહ્યું છે ત્યારે વર્ષ 2025 ની મંગલ શરૂઆત સ્વરૂપે આગામી 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી “આરોગ્ય સેવા માસ” ની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગોકુલ વીઝીટીંગ સેન્ટર ખાતે સેવા આપી રહેલા રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લોકોને ટ્રસ્ટના સહયોગથી તમામ રોગોનું ફ્રી નિદાન કરી આપવામાં આવશે.
આગામી તારીખ 1 ફેબ્રુઆરીએથી 28 ફેબ્રુઆરી સુધી દર સોમવારે અવારનવાર વધઘટ થતા બ્લડ પ્રેશર ના દર્દીઓ નો ફ્રીમાં નિદાન ફિઝિશિયન ડોક્ટર આકાશ કોરવાડીયા દ્વારા તેમજ પેટ અને આંતરડાના રોગોનું ફ્રીમાં નિદાન લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર કમલ ભટ્ટ દ્વારા કરી આપવામાં આવશે,

મંગળવારના રોજ પથરી અને પેશાબના રોગોનું ફ્રીમાં નિદાન યુરોલોજિસ્ટ ડોક્ટર યશ તિલાળા દ્વારા તેમજ ગરદન અને કમરના મણકા ની તકલીફનું ફ્રીમાં નિદાન સ્પાઇન સર્જન ડોક્ટર કલ્પેશ બજાણીયા દ્વારા કરી આપવામાં આવશે,



બુધવારના રોજ અવારનવાર છાતીમાં ઉપડતા દુખાવાનું ફ્રીમાં નિદાન ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, ડોક્ટર તેજસ મોટીવરસ, ડોક્ટર તેજસ કરમટા દ્વારા કરી આપવામાં આવશે,

ગુરૂવારના રોજ ડાયાબિટીસ ના કારણે શરીરમાં કિડની ને લગતા થતા રોગોનું ફ્રીમાં નિદાન નેફ્રોલોજીસ્ટ ડોક્ટર વિપુલ પરમાર દ્વારા કરી આપવામાં આવશે,
શુક્રવારના રોજ શરીરમાં થતી નાની મોટી ગાંઠોનું ફ્રીમાં નિદાન જનરલ સર્જન ડોક્ટર કૌશિક પટેલ દ્વારા, ખરતા વાળ અને ચામડીના રોગોનું ફ્રીમાં નિદાન સ્કીન સ્પેસેલિસ્ટ ડોક્ટર ઓમદેવસિંહ ગોહિલ દ્વારા, અવારનવાર વધઘટ થતા ડાયાબિટીસનું ફ્રીમાં નિદાન એનેસ્થેટિક ડોક્ટર હાર્દિક વેકરીયા દ્વારા તેમજ ગુટખા અને પાન માવા ના વ્યસનના કારણે બંધ મોટા ને ખોલવા માટે ફ્રીમાં નિદાન Maxillofacial ઓરલ સર્જન ડોક્ટર નિરવ વાછાણી દ્વારા કરવામાં આવશે અને




શનિવારના રોજ સિનિયર સિટીઝન હેલ્થ ડે રાખવામાં આવ્યો છે જેમાં 60 વર્ષથી ઉપરના કોઈપણ વડીલોનું રોગોનું ફ્રીમાં નિદાન ફિઝિશિયન ડોક્ટર કરણ મોઢવાડિયા દ્વારા કરી આપવામાં આવશે.
આ તકે આગામી એકમાસ સુધી ગોકુલ હોસ્પિટલ રાજકોટના ખ્યાતનામ ડોક્ટરો મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા યોજવામાં આવેલ “આરોગ્ય સેવા માસ”માં પોતાની સેવા આપી લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા એક ઉદાહરણ પૂરું પાડશે.




