MEHSANAVIJAPUR

વિજાપુર ભાવસોર પાટીયા સામે આવેલ શિવ રેસીડેન્સી ના રહીશો રોડ ઉપર ફેલાતી ગંદકી થી પરેશાન શ્રીજી હાઇટ્સ માંથી ગંદુ પાણી બહાર આવતું હોવાની તલાટી વહીવટદાર ને રજૂઆત કરાઈ

વિજાપુર ભાવસોર પાટીયા સામે આવેલ શિવ રેસીડેન્સી ના રહીશો રોડ ઉપર ફેલાતી ગંદકી થી પરેશાન
શ્રીજી હાઇટ્સ માંથી ગંદુ પાણી બહાર આવતું હોવાની તલાટી વહીવટદાર ને રજૂઆત કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાવસોર પાટીયા સામે આવેલ શિવ રેસીડેન્સી અને શ્રીજી હાઈટ્સ વચ્ચે જવાના માર્ગમાં ખાડા ખૈયા હોવાના કારણે શ્રીજી હાઈટ્સ સોસાયટી ના ખાળકુવા ભરાઈ જતાં ગંદુ પાણી બહાર નીકળી રોડ ઉપર ફેલાય છે જેના કારણે ગંદકી ફેલાય છે જેને લઇ શિવ રેસીડેન્સી ની મહિલાઓ રહીશો ગોવિંદપુરા જૂથ પંચાયત મા પોહચી તલાટી દિલીપ ભાઈ પટેલ અને વહીવટદાર સમક્ષ રજૂઆત કરી હતી. સત્વરે નિકાલ લાવવા માંગ કરી હતી. આ અંગે શિવ રેસીડેન્સી ના રહીશો જણાવ્યું હતુકે શિવ રેસીડેન્સી અને શ્રીજી હાઈટ્સ નો અવર જવર નો રસ્તો એક છે. રસ્તા મા ખાડા પડી જવાથી શ્રીજી હાઇટ્સ મા ભરાયેલ ખાળકૂવા નુ પાણી બહાર વહેતું આવે છે. જેના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. શાળા માં સાયકલ લઈ ને જતા બાળકો રોડ ખાડાઓ અને ભરાયેલ ગંદા પાણી ના કારણે અવર જવર કરવા મા ભારે તકલીફ ઊભી થાય છે. ઉદભવેલા મચ્છરો ના કારણે રોગચાળો સોસાયટી ના રહીશો ફેલાય તેમ છે. ગોવિંદપુરા જૂથ પંચાયત પ્રશ્ન નો ઉકેલ સત્વરે લાવે તેવી માંગ ઉઠી છે. આ અંગે ગોવિંદપુરા જૂથ પંચાયત ના તલાટી દિલીપ ભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રીજી હાઈટ્સ સોસાયટી ને ખાળકૂવા નુ બહાર નીકળતું હોવાથી નોટીસ પાઠવી જવાબ માંગેલ છે. જેમાં શ્રીજી હાઈટ્સ સોસાયટી ના રહીશો ને નવો ખાળકૂવો બનાવી લેવા તેમજ આપેલ નોટિસ નો સત્વરે જવાબ આપવા જણાવેલ છે. હાલ મા શ્રીજી સોસાયટી અને શિવ રેસીડેન્સી ના જવા અને આવવા નો રસ્તો એક હોવાથી સમસ્યા ઘણી જટીલ બની છે. જેનો પંચાયત દ્વારા શ્રીજી હાઈટ્સ સોસાયટી ના રહીશો ને નોટીસ આપેલ તેમણે માંગેલ સમય મર્યાદા ની તારીખ બે દિવસો મા પૂરી થાય છે જો નિકાલ નહી આવે તો લીગલ પ્રોસેસ કરી ટુંક જ સમયમાં નિકાલ કરવા મા આવશે આ અંગે સોસાયટી ના પ્રમુખ પીપી રાવે જણાવ્યું હતુ કે જૂથ પંચાયત દ્વારા નોટિસ મળેલ જેનો જવાબ પંચાયત ને કરેલ છે. જેમાં ખાળકૂવો બનાવવા સમય માંગ્યો છે જે માટે સોસાયટી એ ભંડોળ ભેગુ કરી કોન્ટ્રાકટર ને કોન્ટ્રાકટ આપ્યો છે

Back to top button
error: Content is protected !!