MORBI:મોરબી લેન્સકાર્ટના ‘હિન્દુ વિરોધી’ નિયમો સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો ઉગ્ર વિરોધ




MORBI:મોરબી લેન્સકાર્ટના ‘હિન્દુ વિરોધી’ નિયમો સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો ઉગ્ર વિરોધ

મોરબી: તાજેતરમાં લેન્સકાર્ટ કંપનીના માલિક પિયુષ બંસલ દ્વારા બહાર પાડવામાં આવેલા વિવાદાસ્પદ નિયમોને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ નિયમો મુજબ, શો-રૂમ પર કાર્યરત હિન્દુ કર્મચારીઓને તિલક કરવા, શિખા રાખવા, હાથમાં કલાવા બાંધવા કે મહિલા કર્મચારીઓને બિન્દી લગાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે, જ્યારે બીજી તરફ અન્ય ધર્મના કર્મચારીઓને છૂટછાટ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે.આ “હિન્દુ વિરોધી” માનસિકતાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ મોરબી પ્રખંડ દ્વારા ગઈકાલે સાંજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સ્થળ: રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટનો શો-રૂમ, મોરબી.
સમય: સાંજે ૭:૦૦ કલાકે.કાર્યકર્તાઓએ શો-રૂમ પર જઈને ત્યાં કામ કરતા હિન્દુ કર્મચારીઓને તિલક કરી સનાતન પરંપરાનું સન્માન કર્યું હતું અને કંપનીના ભેદભાવભર્યા વલણનો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી જિલ્લા તેમજ પ્રખંડના જવાબદાર પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.સંગઠનનો સંદેશ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભારતનો હિન્દુ સમાજ પોતાની આસ્થા અને પ્રતીકો પર થતા કોઈપણ પ્રકારના પ્રહારને સાંખી લેશે નહીં. કંપનીઓએ પોતાના વ્યાપારી હિતો માટે હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ. જો કંપની પોતાના પક્ષપાતી નિયમોમાં સુધારો નહીં કરે, તો આગામી સમયમાં આ આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.આ પ્રદર્શન દ્વારા હિન્દુ સમાજને જાગૃત રહેવા અને પોતાની સંસ્કૃતિના રક્ષણ માટે અવાજ ઉઠાવવા આહવાન કરવામાં આવ્યું હતું.




