WAKANER:વાંકનેરના NDPS કેસમાં ૮ મહિનાથી ફરાર આરોપીને મોરબી SOG ટીમે ઝડપી લીધો




WAKANER:વાંકનેરના NDPS કેસમાં ૮ મહિનાથી ફરાર આરોપીને મોરબી SOG ટીમે ઝડપી લીધો

સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવાની ખાસ સૂચના અન્વયે મોરબી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે મોટી સફળતા મેળવી છે. વાંકનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (એન.ડી.પી.એસ.) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી મોરબી SOGની જાળમાં ઝડપાઈ ગયો છે.

મળતી વિગતો મુજબ, SOG પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકનેર સીટી પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં. ૧૩૩૯/૨૦૨૫ NDPS એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબના કામે ફરાર આરોપી વાંકનેર બાઉન્ડ્રી પુલ પાસે હોવાની માહિતી મળતા જ SOG ટીમે દરોડો પાડી તેને સ્થળ પરથી દબોચી લીધો હતો.
ઝડપાયેલ આરોપી સુદિપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયા સરનામું: ફુલવાડી ચાયડા વિસ્તાર, થાનગઢ, જીલ્લો સુરેન્દ્રનગર (મૂળ રહે. થાન જોગ આશ્રમ પાછળ, તા. થાન) SOG ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વાંકનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


