MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં ૧૦ વર્ષ જૂની અદાવતનો ખાર રાખી નગરપાલિકાના હેડ ક્લાર્ક પર ૫ શખ્સોએ હુમલો કર્યો 

 

WAKANER:વાંકાનેરમાં ૧૦ વર્ષ જૂની અદાવતનો ખાર રાખી નગરપાલિકાના હેડ ક્લાર્ક પર ૫ શખ્સોએ હુમલો કર્યો

વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં ૧૦ વર્ષ જૂની અદાવત રાખીને નગરપાલિકાના હેડ ક્લાર્ક પર લોખંડના પાઇપ અને તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે. આ હુમલામાં હેડ ક્લાર્ક અને તેમના સાથીદારને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાંકાનેર સીટી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે પાંચ ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના આંબેડકરનગર શેરી નંબર-૦૪ માં રહેતા અને સ્થાનિક નગરપાલિકામાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ.૪૧) ને આરોપી કરણભાઈ રમેશભાઈ સારેસા સાથે આજથી આશરે દસેક વર્ષ પહેલા છોકરી બાબતે માથાકૂટ થઈ હતી. આ બાબતની ખાર મનમાં રાખીને આરોપીઓએ આ હિંસક હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

રાજેશભાઈ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા અને અચાનક લોખંડના પાઇપ તેમજ તીક્ષ્ણ છરી વડે તૂટી પડ્યા હતા. આ હુમલા દરમિયાન રાજેશભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના સાથીદાર મોહિતને પણ આરોપીઓએ છરીના ઘા ઝીંકી દીધા હતા. પાંચેય શખ્સોએ બંનેને શરીરે લોખંડના પાઇપ વડે આડેધડ ફટકારી ગંભીર નાની-મોટી ઇજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જાહેરમાં જેમ ફાવે તેમ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ભોગ બનનાર હેડ ક્લાર્ક રાજેશભાઈ પરમારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે:૧. કરણભાઈ રમેશભાઈ સારેસા – ૨. સાહીલ મનુભાઈ વાઘેલા – ૩. ચિરાગભાઈ મૂળજીભાઈ બોસીયા – ૪. અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા – ૫. સિદ્ધાર્થ ઉર્ફે કાનો નરેશભાઈ સારેસા (રહે. બધા, વાંકાનેર)

વાંકાનેર સીટી પોલીસે આ મામલે તમામ પાંચેય આરોપીઓ વિરૂદ્ધ આઇ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધીને તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Back to top button
error: Content is protected !!