WAKANER:વાંકાનેરના રાજાવડલા ગામે વાડીના કુવામાં પડી જતાં વૃદ્ધનું કરુણ મોત




WAKANER:વાંકાનેરના રાજાવડલા ગામે વાડીના કુવામાં પડી જતાં વૃદ્ધનું કરુણ મોત
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં એક અરેરાટીભરી ઘટના સામે આવી છે, જેમાં વાડીના કુવામાં પડી જવાથી ૬૨ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


મળતી વિગત મુજબ, વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ અંબારામભાઈ મઢવી (ઉં.વ. ૬૨) નામના વૃદ્ધ ગત તા. ૨૧ના રોજ બપોરે ૩:૩૫ વાગ્યાના અરસામાં રાજાવડલા ગામે આવેલી પોતાની વાડીએ ગયા હતા. ત્યાં કોઈ અકળ કારણોસર તેઓ વાડીમાં આવેલ કુવામાં ખાબક્યા હતા.
કુવામાં પડી જવાથી ગંભીર ઈજાઓ થતાં શૈલેષભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વાંકાનેર સીટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


