WAKANER:કચરો ફેંકવાની નજીવી બાબતે વાંકાનેરના લુણસર ગામે વૃદ્ધ પર ધારીયાથી ઘાતકી હુમલો

WAKANER:કચરો ફેંકવાની નજીવી બાબતે વાંકાનેરના લુણસર ગામે વૃદ્ધ પર ધારીયાથી ઘાતકી હુમલો
વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં ઘર નજીક કચરો અને એઠવાડ ફેંકવાની નજીવી બાબતને લઈને પાડોશમાં રહેતા એક શખ્સે વૃદ્ધ પર લોખંડના ધારીયા વડે ઘાતકી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, લુણસર ગામે રહીને પશુપાલનનો વ્યવસાય કરતા રમેશભાઈ ગેલાભાઈ ધ્રાંગીયા (ઉં.વ. ૩૧) નામના યુવકે આરોપી દેવશીભાઇ ગમારા (રહે. લુણસર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી દેવશીભાઇ ગમારાએ ઘર નજીક છાશની થેલી તેમજ ખીચડી નાખવા બાબતે રાજાભાઈ વિહાભાઇ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. તકરાર વધતાં આરોપીએ ઉશ્કેરાઈને રાજાભાઈ પર લોખંડના ધારીયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં રાજાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. ઉપરાંત આરોપીએ ઢીકા-પાટુનો મૂઢ માર મારી, ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








