WAKANER:આમ આદમી પાર્ટી વાંકાનેર સંગઠન મંત્રી તરીકે અર્જુનસિંહ વાળાની નિમણૂક




WAKANER:આમ આદમી પાર્ટી વાંકાનેર સંગઠન મંત્રી તરીકે અર્જુનસિંહ વાળાની નિમણૂક

આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર વિધાનસભા વિસ્તારના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે શ્રી અર્જુનસિંહ વાળાની વાંકાનેર વિધાનસભા સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શ્રી અર્જુનસિંહ વાળા પાર્ટીના જૂના અને સમર્પિત કાર્યકર્તા છે. તેઓ લાંબા સમયથી પક્ષની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા તેમજ વિવિધ લોકહિતના પ્રશ્નોને લઈને સતત સક્રિય રહ્યા છે. પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા, કાર્યશૈલી અને સંગઠન ક્ષમતાને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રી અર્જુનસિંહ વાળા લોકોમાં બહોળી લોકચાહના ધરાવે છે અને સામાજિક તેમજ જાહેર જીવનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની નિમણૂકથી વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનશે અને પાર્ટીની નીતિઓ તથા જનહિતના મુદ્દાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ શ્રી અર્જુનસિંહ વાળાને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.




