WAKANER:વાંકાનેર બસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ





WAKANER:વાંકાનેર બસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ

શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોલાચાલીની અદાવત રાખી એક યુવાન પર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના આરોગ્યનગર, શેરી નંબર-03 માં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સદવાણી (ઉ.વ. 27) નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રફીકભાઈને આરોપી મેરુભાઇ સાથે થોડા દિવસો પહેલા કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવત મનમાં રાખીને ગતરોજ બસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓએ તેમને આંતર્યા હતા
જતીનભાઇ લાલજીભાઇ સારદીયા,મેરુભાઇ લાલજીભાઇ સારદીયા,દિપકભાઇ ગીરધરભાઇ સારદીયા (તમામ રહે. આરોગ્યનગર, વાંકાનેર)ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ત્રણેય શખ્સોએ ભેગા મળીને રફીકભાઈને બેફામ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો. હુમલા બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે જો આ બાબતે પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખીશું.વાંકાનેર સીટી પોલીસે રફીકભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



