GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

WAKANER:વાંકાનેરના ઢુવા ગામ નજીક નશાની હાલતમાં પડી જવાથી શ્રમિકનું મોત નિપજ્યું 

WAKANER:વાંકાનેરના ઢુવા ગામ નજીક નશાની હાલતમાં પડી જવાથી શ્રમિકનું મોત નિપજ્યું

 

 

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલી સનહાર્ટ સિરામિક ફેક્ટરી નજીક નશાની હાલતમાં પડી જવાથી એક શ્રમિકના મોતનો બનાવ સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મુળ સમતેલ ગામ જી.ઇન્દોર (એમ.પી.)ના વતની હાલ સનહાર્ટ સિરામિકમાં રહેતા શિવ સન્જુભાઇ માવી ઉવ.૩૦ ગઈ તા. ૨૧ મેના રોજ સાંજે દારૂના નશામાં ધૂત હાલતમાં ચાલતી વખતે પડી ગયો હતો. પડતા તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે દિપભાઈ લાલજીભાઈ જીવાણી ઉવ.૨૯ રહે. મોરબી ગોલ્ડન હાઇટ્સ, એસ.પી. રોડ વાળા પાસેથી મૃત્યુ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!