WAKANER વાંકાનેરમાં સહ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાશે
WAKANER વાંકાનેરમાં આગામી તારીખ ૦૯ નવેમ્બરના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાશે
રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તથા તાલુકાની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટેની ચર્ચા વિચારણા કરવા સ્થાનિક રીતે વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ શકે તે માટે તાલુકા સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.
જે અનુસાર મોરબી જિલ્લામાં આ સમિતિની બેઠક દર મહિનાના પ્રથમ શનિવારે બોલાવવાની હોય છે. પરંતુ તે દિવસે જાહેર રજા હોવાથી અને રાજ્ય સરકારશ્રી દ્વારા બીજા શનિવારે કચેરી કાર્યરત હોય, તો તે મુજબ આગામી નવેમ્બર- ૨૦૨૪ ના માસની બેઠક આગામી તારીખ ૦૯/૧૧/૨૦૨૪ ના રોજ ૧૨:૦૦ કલાકે પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેરના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન- વાંકાનેરના સભાખંડ ખાતે યોજવામાં આવનાર છે. તેમ મામલતદારશ્રી, વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.