WAKANER:વાંકાનેર: સુકા ઘાસની આડમાં વિદેશી દારૂની હેરાફેરી નિષ્ફળ, ૨.૭૩ લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ







WAKANER:વાંકાનેર: સુકા ઘાસની આડમાં વિદેશી દારૂની હેરાફેરી નિષ્ફળ, ૨.૭૩ લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ


રાજ્યમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ અને સંયુક્ત ખાનગી બાતમીના આધારે પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ નજીક વોચ ગોઠવીને સુકા ઘાસ (નીરણ) નીચે છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે એક છકડો રિક્ષાનો ચાલક પોતાના વાહનમાં સુકા ઘાસની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર તરફથી મીતાણા તરફ જવાનો છે. બાતમી મળતા જ એક્શનમાં આવેલી પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ પાસે રોડ પર આડસ (બેરિકેડ્સ) મૂકી રસ્તો બંધ કર્યો હતો. બાતમીવાળી છકડો રિક્ષા ત્યાં પહોંચતા જ પોલીસે તેને રોકી લીધી હતી. રિક્ષાના પાછળના ભાગે (ઠાઠામાં) તપાસ કરતા ઘાસની નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રેઇડ દરમિયાન કુલ ₹૨,૭૩,૭૧૮/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો૨૮૭૨,૧૩,૭૧૮/-છકડો રિક્ષા૦૧૫૦,૦૦૦/-સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન૦૧૧૦,૦૦૦/- કુલ કિંમત-૨,૭૩,૭૧૮/પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછના આધારે અન્ય બે શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે:પકડાયેલ આરોપી: રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ઉં.વ. ૨૦), હાલ રહે- પાળીયાદ દરબાગઢ, લિન્ડીયાના કાંટા પાસે, તા.જી- બોટાદ (મૂળ રહે- વીરપુર ગામ, તા- ધોળકા, જી- અમદાવાદ).વોન્ટેડ આરોપી ૧ (દારૂ ભરી આપનાર): અજયભાઈ ખાચર (રહે- તરઘરા, તા.જી- બોટાદ).વોન્ટેડ આરોપી ૨ (દારૂ મંગાવનાર): અજયસિંહ હામુભા જાડેજા (રહે- વિરવાવ).
વાંકાનેર તાલુકા પોલીસે પકડાયેલા આરોપી તેમજ તપાસમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. દારૂના આ મોટા નેટવર્કને તોડી પાડવામાં વાંકાનેર પોલીસ સ્ટાફને મોટી સફળતા મળી છે.




