GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર અલગ અલગ બે રેડમા જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા 

WAKANER:વાંકાનેર અલગ અલગ બે રેડમા જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા

 

 

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પેડક સોસાયટી નજીક તેમજ જીનપરા વિસ્તારમાં સાતનાલા પાસે જુગારના અલગ અલગ બે દરોડામાં કુલ ૯ જુગારીને પોલીસે ઝડપી લીધેલ હતા.

જુગારના પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટીમાં પેડક સોસાયટી નજીક ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા દિપકભાઇ ચતુરભાઇ વિકાણી ઉવ.૨૮, અજયભાઇ ચંદુભાઇ વિકાણી ઉવ.૨૬, મનહરભાઇ ચંદુભાઇ વિકાણી ઉવ.૩૨, જગદિશભાઇ નિતેશભાઇ વિકાણી ઉવ.૨૧, મહેશભાઇ ચતુરભાઇ વિકાણી ઉવ.૩૫, પંકજભાઇ ચંદુભાઇ વિકાણી ઉવ.૨૫ તમામરહે.વાંકાનેર પેડક સોસાયટી સામે પુલના છેડેવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૫,૪૬૦/-કબ્જે લઈ પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે જુગારના બીજા દરોડામાં જીનપરા વિસ્તારમાં સાતનાલા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડીયા ઉવ.૨૦ રહે.વાંકાનેર જીનપરા શેરી નં-૧૨, રમેશભાઈ રામજીભાઈ ડાભી ઉવ.૩૭ રહે.વાંકાનેર જીનપરા શેરી નં-૧૨, તસ્લીમભાઈ અયુબભાઈ શેખ ઉવ.૨૮ રહે.વાંકાનેર રાજાવડલારોડ, માર્કેટીંગયાર્ડ પાસેને રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૩,૩૧૦/-જપ્ત કરી ત્રણેય જુગારી આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!