WAKANER:બી.આર.સી.ભવન -વાંકાનેર દ્વારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

WAKANER:બી.આર.સી.ભવન -વાંકાનેર દ્વારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનાં કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બી.આર.સી.ભવન વાંકાનેર ખાતે યોજાયું હતું. તા.૧૭/૧૧/૨૦૨૫ નાં રોજ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ બી.આર.સી.ભવન વાંકાનેર ખાતે યોજાયો હતો અને તા.૧૮/૧૧/૨૦૨૫ નાં રોજ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વેદમાતા ગાયત્રી પ્રાથમિક શાળા-વાંકાનેર ખાતે યોજાયું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કિશોરભાઈ રાઠોડ અને ગાયત્રી મંદિરના પૂજારી અશ્વિન બાપુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. તાલુકાના કક્ષાનાં કલા ઉત્સવમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઈનામ સ્વરૂપે રોકડ રકમ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને કલા ઉત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તાલુકાકક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટ્રોફી, શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા કેળવણી નિરીક્ષક અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ યુવરાજસિંહ વાળા સાહેબ, મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કોપ સદસ્ય નરેન્દ્રભાઈ કાલરિયા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના સદસ્ય કૌશિકભાઈ સોની, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખનાં પ્રતિનિધિ હરુભા ઝાલા હાજર રહ્યાં હતાં. ઉપસ્થિત મંચસ્થ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. બંને કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ.ઑ. જગદીશભાઈ સબાડે કર્યું હતું. કલા ઉત્સવ કાર્યક્રમનાં અંતે આભારવિધિ બી.આર.સી.કૉ.ઑ. જાવિદભાઈ બાદીએ કરી હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનાં અંતે આભારવિધિ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ યુવરાજસિંહ વાળા સાહેબે કરી હતી. આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા બી.આર.સી. કૉ.ઑ. જાવિદભાઈ બાદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ તમામ સી.આર.સી.કૉ.ઑ.શ્રીઓ અને બી.આર.પી.શ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.







