WAKANER:વાંકાનેર લક્ષ્મીપરા ચોક પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે જામનગરની બે મહિલાઓ ઝડપાઈ




WAKANER:વાંકાનેર લક્ષ્મીપરા ચોક પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે જામનગરની બે મહિલાઓ ઝડપાઈ
વાંકાનેર સિટી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. શહેરના લક્ષ્મીપરા ચોક વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં જણાતી બે મહિલાઓની તલાશી લેતા તેમની પાસેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા ૨૭,૫૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન લક્ષ્મીપરા ચોક પાસે બે મહિલાઓ હાથમાં વિમલના થેલા અને કોલેજ બેગ લઈને જતી હતી, જેઓની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમને અટકાવી હતી.ઝડપાયેલ મુદ્દામાલ પોલીસ દ્વારા મહિલાઓની બેગની તપાસ કરવામાં આવતા નીચે મુજબનો નશીલો પદાર્થ મળી આવ્યો હતો:વિદેશી દારૂની બોટલ: ૦૪ નંગ (કિંમત રૂ. ૪,૦૦૦)બિયર ટીન: ૧૦૭ નંગ (કિંમત રૂ. ૨૩,૫૪૦) કુલ મુદ્દામાલ: રૂ. ૨૭,૫૪૦ આરોપીઓની વિગત પકડાયેલ બંને મહિલાઓ જામનગરની રહેવાસી હોવાનું સામે આવ્યું છે:જેનબબેન ઇસ્માઇલભાઇ સીધી (ઉંમર વર્ષ: ૬૦)શહેનાઝબેન અલ્લારખાભાઇ ગજીયા (ઉંમર વર્ષ: ૩૫) (રહે. બંને: ગરીબનગર, પાણાખણ, પંચશીલ મીલની બાજુમાં, હીંચળા રોડ, જામનગર)વાંકાનેર પોલીસે બંને આરોપી મહિલાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.



