GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો; દાતાઓ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું
WAKANER:વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો; દાતાઓ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું
વાંકાનેરમાં આજરોજ તા.૨૭/૦૩/૨૦૨૫ ના રોજ વાંકાનેરમાં ઘટક-૨ દ્વારા સત્સંગ હોલ, ભાટિયા સોસાયટી ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ગાયત્રી મંત્ર અને ઓમકારનું ઉચ્ચારણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ આઈ.સી.ડીસ.એસના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા. કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતાઓ દ્વારા પૌષ્ટિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું .