GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં અલગ અલગ બે જગ્યાએ વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયા 

WAKANER:વાંકાનેરમાં અલગ અલગ બે જગ્યાએ વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયા

 

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે નવાપરા જીઆઇડીસીના નાકા પાસેથી લાલજીભાઈ ભગવનજીભાઈ કુણપરા ઉવ.૩૪ રહે.વાંકાનેર આર.કે.નગર નવાપરા વાળાને નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૬૩૦/- તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

જ્યારે જીનપરા જકાતનાકા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાંડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રેઇડ કરતા આરોપી સાહિલ હનીફભાઈ ભટ્ટી ઉવ.૨૨ રહે.નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ પાછળ વાળાને વર્લી મટકાના જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા ૧૦,૬૭૦/- સાથે અટકાયત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!