MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

WAKANER:વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

 

 

સરકારશ્રીની નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, દર વર્ષે પેન્શન મેળવનાર લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે સહાય શાખા, ડાબી બાજુ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, વાંકાનેર ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક તેમજ બેંક પાસબુક સાથે તા.ર૫/૦૭/૨૦૨૫ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા જણાવવામાં આવે છે.

હયાતીની ખરાઈ ન થયેથી અત્રેથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીનો પેન્શન બંધ કરવાની કાર્યવાહી નિયમોનુસાર હાથ ધરવામાં આવશે જેની જાણ થવા વાંકાનેર શહેરના પેન્શન મેળવતા તમામ લાભાર્થીઓએ નોંધ લેવા વાંકાનેર મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!