MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં સર્વિસ રોડ પર જારી સાથે બાઈક અથડાતા યુવકનું મોત

 

WAKANER:વાંકાનેરમાં સર્વિસ રોડ પર જારી સાથે બાઈક અથડાતા યુવકનું મોત

 

ચંદ્રપુર દરગાહ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં મૂળ રાજસ્થાનના ૩૦ વર્ષીય યુવકે દમ તોડ્યો; વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર-સેખરડી રોડ પર ચંદ્રપુર દરગાહ નજીક સર્વિસ રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરઝડપે જતું બાઈક રસ્તા પર આવેલી જારી સાથે અથડાતા ગંભીર ઈજાઓ થવાના કારણે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતક બાઈક ચાલક સામે જ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના ફતેહપુર ભોમીયા ગામના વતની અને હાલ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતા ૩૦ વર્ષીય અજયકુમાર મધુરામ વર્મા ગત તા. ૧૪ જૂનના રોજ પોતાનું પલ્સર બાઈક (રજી. નં. આરજે-૨૩-બીકે-૯૦૩૮) લઈને વાંકાનેરથી સેખરડી ગામ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા.દરમિયાન, ચંદ્રપુર દરગાહ પાસે સર્વિસ રોડ પર બાઈક પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવવાને કારણે રસ્તા પર આવેલી જારી સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ગંભીર અકસ્માતમાં અજયકુમારને માથા, હાથ તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી અને ત્યાંથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ વિજય મધુરામભાઈ વર્માએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે અકસ્માત સર્જી પોતાનું મોત નીપજાવવા બદલ મૃતક અજયકુમાર વિરુદ્ધ બીએનએસ (BNS) તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!