MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર પોલીસે: મોપેડ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો, રાજકોટનો શખ્સ ઝડપાયો

WAKANER:વાંકાનેર પોલીસે: મોપેડ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો, રાજકોટનો શખ્સ ઝડપાયો

 

 

વાંકાનેર શહેરમાંથી મોપેડ ચોરી કરનાર શખ્સને સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે રાજકોટના શખ્સને ચોરાયેલ વાહન સાથે દબોચી લીધો છે.

વાંકાનેરના બંધુસમાજ હોસ્પિટલ પાસે આવેલા શ્રીજી નિવાસ નજીક ઘર પાસે પાર્ક કરેલું એક સુઝુકી એક્સેસ મોપેડ ચોરાયું હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દર્શીતભાઈ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલાને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મહત્વની કડી મળી હતી. સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું હતું કે ચોરી કરેલું મોપેડ લઈને એક ઈસમ રાજકોટના ભગવતીપરા વિસ્તાર તરફ ગયો છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટમાં તપાસ હાથ ધરી આરોપી અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર (રહે. મકાન નં. ૩, ભગવતીપરા, રાજકોટ) ને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે વાંકાનેરથી મોપેડ ચોર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી ચોરાયેલું સુઝુકી એક્સેસ મોપેડ (રજી. નં. GJ-03-JN-9244) કબ્જે કર્યું છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!