
તા.૨૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ જિલ્લા શાખા દ્વારા મોબાઈલ મેડિકલ વાનની સેવા શરૂ કરાઈ
કલેક્ટર યોગેશ નિરગુડેએ ઝંડી આપી મોબાઈલ મેડીકલ વાનને પ્રસ્થાન કરાવી
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ જિલ્લા શાખા દ્વારા જિલ્લાના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા તેમજ અંતરિયાળ ભૌગોલિકતા ધરાવતા વિસ્તારોમાં આર. ઈ. સી. ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી મોબાઈલ મેડિકલ યુનિટ લોકાર્પણ સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદિજાતિ વિસ્તારના દરેક ઘર સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે
ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તથા આર. ઇ. સી. ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી શરૂ કરવામાં આવેલી મોબાઇલ મેડિકલ વાન દ્વારા વધુમાં વધુ દર્દીઓને આવરી લેવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ મોબાઈલ મેડીકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે
લોક સેવા માટે તૈયાર કરાયેલી આ મેડિકલ મોબાઇલ યુનિટનું નિયંત્રણ જીપીઆરએસ દ્વારા કરવામાં આવશે. આ મેડિકલ વાનમાં લોકોનું ચેકઅપ કરી વિના મૂલ્યે દવા તથા સારવાર આપવાનું, જરૂરિયાતમંદ દર્દીઓની સારવારની કામગીરીની સાથે-સાથે આરોગ્યની સંભાળ માટે પણ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. તપાસ અને દવાઓનો મફત વિતરણ શરૂ કરવામાં આવનાર છે આ સાથે બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર થેલેસેમિયા અને સિકલસેલ જેવી જીવલેણ બીમારી અટકાવવા માટે પણ મોબાઈલ વેન ની ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે આ મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન દાહોદ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન



