BANASKANTHAGUJARAT

થરા ખાતે મધુ શિવ પ્રાથમિક શાળામા દાનવીર દાતા દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.

થરા ખાતે મધુ શિવ પ્રાથમિક શાળામા દાનવીર દાતા દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ મધુ શિવ પ્રાથમિક શાળામા દાનવીર દાતા શાહ ભૂપેન્દ્રકુમાર રતિલાલ દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ ધિરાજકુમાર શાહ,પ્રિ.ડી. ડી.ચારણ,કોર્પોરેટર ગીરાબેન શાહની ઉપસ્થિતિમાં તા. ૦૭/૦૧/૨૦૨૬ ને બુધવાર ના રોજ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.
થરના જૈન શ્રેષ્ઠિ અને દાનવીર દાતા અનેક ગરીબોની અવિરત સેવા કરતા શાહ ભૂપેન્દ્રકુમાર રતિલાલે મધુ શિવ પ્રાથમિક શાળાના બાળગોપાળ ભૂલકાઓ (બાળકો)ને શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળે તેવા ઉમદા આશયથી,હૃદયનો દયાભાવ, લાગણી વ્યક્ત કરી દિલથી ૩૦ થી વધુ બાળકોને સ્વેટર વિતરણ કરીને પોતાની દાનવીરતા અને ઉદારતા બતાવી હતી.કોલેજના પ્રિ.ડૉ. દિનેશકુમાર ચારણે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી દાતાની દાનવીરતા અને ઉદારીકરણની ભાવના વિશે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.મધુ શિવ પ્રાથમિક શાળાના આચાર્ય ભલાભાઈ નાડોદાએ મહેમાનોનો આદર સત્કાર કરી સૌને આવકાર્યા હતા.જાગૃતીબેન સાધુ,ભૂમિકાબેન પ્રજાપતિસહીત મધુ શિવ પ્રાથમિક શાળાના સ્ટાફે વ્યવસ્થા પૂરી પાડી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!