WANKANER વાંકાનેરના હોલમઢ ગામની સીમ વાડીમાંથી વાઢેલી લીલી જારના પુળા નીચેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
WANKANER વાંકાનેરના હોલમઢ ગામની સીમ વાડીમાંથી વાઢેલી લીલી જારના પુળા નીચેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
વાંકાનેર : મો૨બી એલસીબીએ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં એક વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ રૂ.૫.૨૭ લાખનો બિયર અને દારૂનો જથ્થો પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીને બાતમી મળેલ કે બચુભાઈ પોપટભાઈ બોળીયા રહે. હોલમઢ તા.વાંકાનેર વાળા હોલમઢ ગામે જાલીડા જવાના જુના કાચા રસ્તે આવેલ પોતાની વાડીમાં લીલી વાટેલ જારના પુળા નીચે ઈગ્લીશ દારૂ બીયરનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઈડ કરતા બેગપાઈપર ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-૫૬૪ કિંમત રૂ. ૩,૩૮,૪૦૦/- તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૧પ૧ર કિમત રૂ.૧,૮૯,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.બચુભાઈ પોપટભાઈ બોળીયા સ્થળ ઉપરથી મળી આવ્યા ન હોય તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોફીટીશન ધારા તળે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ઘરવામા આવી છે.