GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ શેરીમાં બાળકોના રમવા જેવી નજીવી બાબતે પાડોશીનો લોખંડના પાઈપથી હુમલો, મહિલા અને વૃદ્ધ સાસુ ઈજાગ્રસ્ત

 

HALVAD:હળવદ શેરીમાં બાળકોના રમવા જેવી નજીવી બાબતે પાડોશીનો લોખંડના પાઈપથી હુમલો, મહિલા અને વૃદ્ધ સાસુ ઈજાગ્રસ્ત

 

​હળવદ તાલુકાના જુના અમરાપર ગામમાં પડોશમાં રહેતા શખ્સે શેરીમાં રમતા બાળકો જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને મહિલા અને તેમના સાસુ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઈજાગ્રસ્ત મહિલાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

​પ્રાપ્ત વિગતો મુજબ, જુના અમરાપર ગામે રહેતા વનીતાબેન ભરતભાઈ જાંબુકીયા (ઉ.વ. ૩૦) ના પુત્રો ઘર પાસે શેરીમાં રમી રહ્યા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા શંકરભાઈ પ્રેમજીભાઈ જાંબુકીયા નામના શખ્સે બાળકોના રમવા બાબતે બોલાચાલી કરી હતી અને છોકરાને લોખંડનો પાઈપ લઈને મારવા દોડ્યા હતા.​શેરીમાં દેકારો થતા વનીતાબેન બહાર આવ્યા હતા અને આરોપીને સમજાવવા જતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ વનીતાબેનને લોખંડના પાઈપ વડે વાંસામાં તેમજ ડાબા હાથની હથેળી પાસે ફટકારતા તેઓ નીચે પડી ગયા હતા. આ સમયે વનીતાબેનને બચાવવા માટે તેમના સાસુ લાભુબેન કાનજીભાઈ જાંબુકીયા વચ્ચે પડતા આરોપીએ તેમને પણ જમણા હાથની કોણીના ભાગે પાઈપ ઝીંકી દીધો હતો. હુમલાખોરે બંને મહિલાઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

​આ હુમલામાં બંને મહિલાઓને મુંઢ ઈજાઓ પહોંચી હતી. અંતે ભોગ બનનાર મહિલા વનીતાબેને આરોપી શંકરભાઈ જાંબુકીયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!