WANKANER:વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં દંપતીના ઘરમાં ઘૂસી છ શખ્સોનો જીવલેણ હુમલો કર્યો
WANKANER:વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં દંપતીના ઘરમાં ઘૂસી છ શખ્સોનો જીવલેણ હુમલો, બનાવના પગલે સ્થળ પર પોલીસના ધાડેધાડા ઉતર્યા….
યુવાન પુત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી છ શખ્સો લાકડી, પાઇપ તથા છરી વડે દંપતિ પર તુટી પડ્યા, બંને પક્ષોએ સામસામે પથ્થરમારો થયાના પણ અહેવાલ, પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં ગતરાત્રીના બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બજારમાં પાનની દુકાને યુવાનો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી છ શખ્સોએ કુંભારપરા ખાતે રહેતા આધેડ ઉંમરના દંપતિ પર ઘરમાં ઘૂસી લાકડી, લોખંડના પાઇપ તથા છરી વડે જીવલેણ હુમલો કરી બેફામ માર મારતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે, આ સાથે જ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસના ધાડેધાડા ઉતરી ગયા છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.૫૦) ગતરાત્રીના પોતાના ઘરે પત્ની નૈનાબેન સાથે ટીવી જોતા હોય, ત્યારે અચાનક આરોપી કૌશીકભાઈ ધીરૂભાઈ રાઠોડ, કુલદીપભાઈ કાળુભાઈ રાઠોડ, ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ તથા ત્રણ અજાણ્યા શખ્સો તેમના ઘરે હાથમાં લાકડાંના ધોકા, લોખંડના પાઇપ તછા છરી સહિતના હથિયારો સાથે આવી ‘ તારો દિકરો પ્રભાત ક્યા છે ?, તેણે અમારા કુટુંબી જીવણભાઈને માર મારેલ છે ‘ તેમ કહી તમામ આરોપીઓ એકસંપ કરી બંને પતિ-પત્ની પર હથિયારો વડે જીવલેણ હુમલો કરી હાથે, પગે, માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા દંપતી બેભાન થઈ ગયાં હતાં. જે બાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી જતાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં ઘટનાસ્થળે બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયાના અહેવાલો પણ મળી રહ્યા છે, જેમાં બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે કોઇ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. હાલ આ બનાવમાં પોલીસ સાથે એફ.એસ.એલ.ની ટીમ ઘટનાસ્થળે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે….
હાલ આ બનાવમાં ઇજાગ્રસ્ત આધેડની ફરીયાદ પરથી પોલીસે આરોપી કૌશીકભાઈ ધીરૂભાઈ રાઠોડ, કુલદીપભાઈ કાળુભાઈ રાઠોડ, ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ (રહે. ત્રણેય આંબેડકરનગર, વાંકાનેર) તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ 307, 325, 323, 324, 337, 447, 504, 506(2), 143, 147, 148, 149 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…