ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલીંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલીંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બે સેશનમાં 600 જેટલા પોલિંગ ઑફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસર ભાગ તાલીમ મેળવી હતી.
આગામી 26 મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પાલિકાની ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી સમયે મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આજે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પોલીંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસરનો તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.બે સેશનમાં 600 જેટલા પોલિંગ ઑફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસર ભાગ તાલીમ મેળવી હતી.
જેમાં હાજર પોલિંગ ઑફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટેના ઈવીએમ મશીનના ઉપયોગ અંગેની તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ તાલીમ બે સેશનમાં યોજાઈ હતી જેમાં પ્રથમ સેશન સવારે 11 થી 1 અને બીજા સેશન બપોરના 3 થી 5 રાખવામાં આવ્યું છે.
આ અંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલવેએ પાલિકાના તમામ મતદારોને 26 મી એપ્રિલના રોજ મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.



