WANKANER:પ્રોહીબીશનના કેસમાં.સાડા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર સર્વેલન્સ ટીમે ઝડપી લીધો
WANKANER:પ્રોહીબીશનના કેસમાં.સાડા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર સર્વેલન્સ ટીમે ઝડપી લીધો
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના કેસમાં સાડા ત્રણ મહિનાથી રાજકોટના ગરીડા ગામનો આરોપી ઈસમ નાસતો ફરતો હોય જેને વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી દબોચી લઈ હસ્તગત કરી આરોપી વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાશતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા માટે પ્રયત્નશીલ હોય દરમ્યાન કોન્સ.સંજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલાને સંયુક્તમાં ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહી.એક્ટ કલમ મુજબના કેસમાં છેલ્લા આશરે સાડા ત્રણ મહીનાથી નાશતો ફરતો આરોપી કીશનભાઇ ભીખુભાઇ વાઘાણી ઉવ.૨૪ રહે હાલ-રાજકોટ બેડી ચોકડી સાંઇ રેસીડેન્સી બ્લોક નં.૨ મુળ ગામ-ગારીડા તા.જી.રાજકોટ વાળાનું નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ મેળવેલ હોય જે નાશતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ડ્રી ખાતે આવેલ હોવાની હકીકત આધારે ઉપરોક્ત આરોપીને વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી લેવામાં આવી અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.