WANKANER:વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા બે વર્ષના બાળકની કસ્ટડી માં ને પરત અપાવામાં મદદરૂપ ભૂમિકા નિભાવી
WANKANER:વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા બે વર્ષના બાળકની કસ્ટડી માં ને પરત અપાવામાં મદદરૂપ ભૂમિકા નિભાવી
મહિલાઓની સહાયતા અને રક્ષણ માટે સરકાર દ્વારા વાંકાનેર ખાતે ‘શી ટીમ અને મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે, જેમાં ફરજ પરના મહિલા કાઉન્સેલર તેજલ બા ગઢવી ના જણાવ્યા અનુસાર ગત થોડા દિવસ પહેલા એક મહિલાને તેના પતિ તથા સાસુ સસરા સાથે ઝગડો થતાં મહિલાને તેના બે વર્ષના બાળકને આપ્યા વિના તેના પિયરમાં મોકલી દેવામાં આવી હતી. જે બાદ પીડિત મહિલા વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર ની મદદ લેવા આવ્યા હતાં. તેમની અરજી મેળવી અને તેમના પરિવારને બોલાવી સમજાવટ કરેલ પરંતુ હાલ પીડિત બહેન તેના સાસરે જવા ના માંગતા હતા અને તેમને ફક્ત તેના બાળકની કસ્ટડી લેવી હતી. જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન SHE ટીમ ના મહિલા કોન્સ્ટેબલ રેશમાબેન ની મદદ મેળવી પીડિત મહિલા ને તેના બે વર્ષના બાળકની કામચલાઉ કસ્ટડી લેવામાં મદદ કરી હતી.