GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER: વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી દેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સો ઝડપાયા

WANKANER: વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી દેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સો ઝડપાયા

 

 

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી 400 લિટર દેશી દારૂ ભરેલી TUV-300 કાર સાથે બે ઇસમોને 3.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oplus_131072

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી પસાર થતી એક મહિન્દ્રા TUV-300 કાર નં. GJ 03 JC 6751 ને રોકી તલાસી લેતા તેમાંથી 400 દેશી દારૂ (કી.રૂ. ૮૦,૦૦૦)નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દેશી દારૂ, કાર તથા ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 3,11,000 ના મુદ્દામાલ સાથે આરોપી દશરથભાઈ રમેશભાઈ કણઝરીયા (ઉ.વ. ૨૩, રહે. સમાત્પરા, તા. સાયલા) અને શામજી ઉર્ફે વિજય સુખાભાઇ સારલા (ઉ.વ. ૨૪, રહે. નળખંભા, તા. થાનગઢ)ને ઝડપી લીધા હતા. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય આરોપી મેરામણ ઉર્ફે રાહુલ કણઝરીયા અને સની (રહે. શનાળા)નું નામ ખુલતા ચારેય ઇસમો સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!