WAKANER:વાંકાનેર કણકોટના ખાનગી ગેસ પ્લાન્ટમાં ₹1.52 કરોડનું કૌભાંડ, પ્લાન્ટ ઈન્ચાર્જ સહિત બે સામે ગુનો નોંધાયો





WAKANER:વાંકાનેર કણકોટના ખાનગી ગેસ પ્લાન્ટમાં ₹1.52 કરોડનું કૌભાંડ, પ્લાન્ટ ઈન્ચાર્જ સહિત બે સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્લાન્ટના જવાબદાર કર્મચારીઓએ જ વિશ્વાસઘાત કરી, કંપનીની જાણ બહાર ₹1.52 કરોડથી વધુની કિંમતનો LPG ગેસનો જથ્થો બારોબાર વેચી માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા અને ‘કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ’માં ફરજ બજાવતા શુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, કણકોટ ખાતે આવેલા કંપનીના LPG બોટલિંગ પ્લાન્ટમાં બે કર્મચારીઓએ હોદ્દાનો દુરુપયોગ કરીને કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે
સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ (રહે. મહાવીરનગર, વાંકાનેર – મૂળ રાજસ્થાન) – પ્લાન્ટ ઈન્ચાર્જ ઇલ્યાસ નુરમામદભાઇ પરાસરા (રહે. કણકોટ, તા. વાંકાનેર) – પ્લાન્ટ ઓપરેટર ₹1.52 કરોડનો જથ્થો બારોબાર વેચ્યો પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સુરેશકુમાર અને ઇલ્યાસે પરસ્પર મેળાપીપણું કરીને કંપની દ્વારા મોકલવામાં આવેલા LPG ગેસના જથ્થામાં ગેરરીતિ આચરી હતી. કંપનીની સૂચના મુજબ ગેસનું વેચાણ કરવાને બદલે, આ બંને શખ્સોએ સ્ટોરેજ પ્લાન્ટમાંથી કુલ 92 ટન 656 કિલોગ્રામ ગેસનો જથ્થો, જેની કિંમત અંદાજે ₹1,52,88,240 થાય છે, તે કંપનીની જાણ બહાર બારોબાર વેચી નાખી વિશ્વાસઘાત કર્યો હતો.કંપનીના અધિકારીની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(4) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ કરોડોના કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.



