GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર PGVCL ના 20થી વધુ ગામોમાં ધાડ-દરોડા: 195 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ, 1 કરોડથી વધુનો દંડ ફટકારાયો

તા.17/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની 89 જેટલી ટીમો દ્વારા અલગ અલગ 20થી વધુ ગામોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 195 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, દાણાવાડા, જોરાવરનગર, દિગસર, કળમદ, કુંતલપુર, લખતર, પિયાવા, સાકર, સૂરઇ, નાનીયાણી, સણોસરા વિસ્તારમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ગામોમાં કુલ 49 જેટલી ટીમો કામે લગાવવામાં આવી હતી જેમાં 41 જેટલી પોલીસ સ્ટાફની ટીમો પણ સાથે રાખવામાં આવી હતી જેમાં ઘરવપરાશના 701 અને વાણિજ્ય હેતુના 22 જેટલા કુલ 723 જેટલા વીજ જોડાણોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા 109 જેટલા વીજ જોડાણોમાં જે રીતે ઝડપાઈ હતી અને આ ચેકિંગ દરમિયાન 50.62 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત પીજીવીસીએલ વિભાગની અન્ય 44 જેટલી ટીમો દ્વારા દોડિયા, હડાળા, લક્ષ્મીસર, લીમડી, મોટા ભાડલા, નાગડકા, શિયાણી, ઉમેદપર, ઉટડી જેવા ગામો પર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યાં 36 જેટલા પોલીસ સ્ટાફની ટીમો સાથે રાખવામાં આવી હતી જેમાં ઘર વપરાશના 461 અને વાણિજ્ય હેતુના 15 એમ કુલ 476 જેટલા વી 94 માં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 86 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાઈ હતી જેમાં 51.60 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી અટકે તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે અને ચેકિંગ કામગીરી દરમિયાન દરોડા પણ ફાડવામાં આવી રહ્યા છે. જેને વીજચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે

Back to top button
error: Content is protected !!