AHAVADANGGUJARAT

મહારાષ્ટ્રમાં ભાજપનો ભવ્ય વિજય બદલ સાંસદ ધવલભાઈ પટેલે વિજેતા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા.

વાત્સલ્યમ સમાચાર
<મદન વૈષ્ણવ -ડાંગ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેમજ મહાયુતિ નો 225 જેટલી બેઠકોમાં ભવ્યાતિભવ્ય વિજય થયો છે.ત્યારે આ ચુંટણીમાં ભાજપાની રાષ્ટ્રીય નેતૃત્વ દ્રારા લોકસભાનાં દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલને મહારાષ્ટ્રનાં પાલધર લોકસભા બેઠકમાં આવતી 6 વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હતી.જેમાં વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે પોતાની જવાબદારી બખૂબી નિભાવી હતી.ત્યારે આ ભવ્ય વિજય બદલ સાંસદ ધવલભાઈ પટેલ દ્રારા વિજેતા તમામ ઉમેદવારોને ટેલિફોનિક સંપર્ક કરી અભિનંદન પાઠવ્યા હતા.મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની  ચુંટણીમાં ભાજપાનાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્રારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલને મહારાષ્ટ્રના પાલધર લોકસભા બેઠકમા આવતી 6 વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હતી.જે પૈકી પાંચ વિધાનસભા બેઠકમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે.તેમાંય પણ વસઈ અને નાલાસોપારા વિધાનસભા બેઠક જેમા વર્ષોથી બહુજન વિકાસ અધાડીનો કબજો હતો.જે સાંસદ ધવલભાઈ પટેલનાં સતત પ્રવાસ, પ્રયત્નો અને કુનેહથી ભારે મતોથી  ભાજપના નેતા વિજેતા બન્યા છે.આ ભવ્ય વિજય બદલ સાંસદ ધવલભાઈ પટેલ દ્રારા વિજેતા તમામ ઉમેદવારોને ટેલિફોનિક સંપર્ક કરી અભિનંદન પાઠવ્યા હતા.તેમજ વિજેતા ઉમેદવારો દ્રારા પણ વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલનો અને  ગુજરાત પ્રદેશ સંગઠનના આગેવાનોમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ઉમરગામ તાલુકા ભાજપ મહામંત્રી  પ્રકાશભાઈ પટેલ સહિત આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..

Back to top button
error: Content is protected !!