રાજપીપળા નજીક જૂનારાજ ગામના રસ્તાનું કામ અટકી પડતા સાંસદ મનસુખ વસાવા લાલ ઘૂમ
કેટલાક RTI એક્ટિવિસ્ટ કાયદાનો દુરુપયોગ કરી સરકારી કામોમાં વિલંબ કરાવે છે : સાંસદ મનસુખભાઈ વસાવા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ જુનારાજ ગામ જવા માટે રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો ત્યારે વારંવાર ગ્રામજનોની રજૂઆત બાદ વર્ષો પછી સરકાર દ્વારા આ ૧૪ કિમી નો રસ્તો બનાવવા માટે ૨૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ રસ્તા નું ખાતમુહૂર્ત સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું
રસ્તાનું કામ શરૂ થઈ ગયું પરંતુ કેટલાક આરટીઓ એક્ટિવિસ્ટો દ્વારા રસ્તો ફોરેસ્ટ વિભાગમાં આવતો હોવાની બાબતે આર.ટી.આઈ કરતા વન વિભાગ દ્વારા આ રસ્તા નું કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે આ બાબતે આજે સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજપીપળા કલેકટર કચેરી ખાતે ગ્રામજનો સાથે આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
આવેદનમાં જણાવ્યું હતું કે નસવાડીના એક આર.ટી.આઈ એકટીવિસ્ટ નાંદોદના સહયોગી થી તેમણે ખોટી રીતે તપાસની માંગણી કરી અને ફોરેસ્ટના અધિકારી પણ તેઓની ખોટી વાતમાં આવી ચાલુ કામ અટકાવવી દીધુ છે.
આ રસ્તો જુનારાજના ભીલરાજા ના સમય નો ડેડીયાપાડા તરફ જતો જૂનો રસ્તો છે અને રસ્તો કાચો હોવાના કારને આ માર્ગ પર જનારી આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓ ૧૪ કિમી સુધી ચાલતા આવજો કરે છે તેથી રસ્તો સમયસર બનાવો ખૂબ જ જરૂરી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ ની માંગણી ના કારણે રોડ નું કામ અટકેલું છે આ લોકો કેટલીક ગ્રામ પંચાયતો તથા સરકાર ના કેટલાક જુદા જુદા વિભાગોમાં પણ ખોટી રીતના તપાસની માગણી કરી વિકાસના કામોમાં વિલંબ કરાય છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સરકારના વિકાસમાં કામોમાં અવરોધો ઊભાં કરી રહ્યા છે આવી ખોટી તપાસ માગનારાઓ થી ગરીબ આદિવાસીઓ સખત નારાજ થઈને વિકાસના કામમાં અવરોધો ઉભું કરનારા તત્વોને ખુલ્લા પાડવા અને સારા કાયદાનો દુરૂપયોગ ના થાય તે માટે જુનારાજ ગામ તથા આસપાસના ગામોના ગરીબ આદિવાસીઓ મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ ખોરંભે પડેલા રોડ નું કામ ઝડપથી પૂર્ણ કરાવો જેથી અમને પણ જવા આવવામાં મુશ્કેલી પડે છે તે દૂર થાય અને જે લોકો આ સારા કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે તેઓની સામે પણ સરકારી રાહે કોઈ પગલાં લેવાય તેવી અમારી માગણી છે