GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં ટેકનિકલ ખામી સબબ રજીસ્ટ્રેશન બંધ અંગે ખેડૂતોને ચિંતામુક્ત રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ

તા.૨૨/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
પોર્ટલ ફરી કાર્યરત કરાતા ખેડૂત મિત્રોને જણાવવામાં આવશે
Rajkot: ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલમાં છે. એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજીસ્ટ્રેશન માટેની કામગીરી ગ્રામ્ય કક્ષાએ તા.૧૫ ઓક્ટોબરથી કેમ્પ મોડમાં કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્યના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં ટેકનિકલ ખામીના કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. જે અંગે ખેડૂતોને ચિંતામુક્ત રહેવા અને પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ ફરી કાર્યરત કરાતા તમામ ખેડૂત મિત્રોને સોશિયલ મીડિયા તેમજ સમાચાર પત્રોના માધ્યમ દ્વારા જાણ કરવામાં આવશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિ પટેલની યાદીમાં જણાવાયું છે.


