GUJARATJAMNAGAR CITY/ TALUKO

નારાયણી-નારી શક્તિની વંદનાનો દિવસ

મહિલા દિવસ.૮ માંર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ “ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ: રાઇટ્સ” ઈક્વોલિટી, એમ્પાવરમેન્ટ”

દેવતાઓ પણ કહે છે કે નારી હંમેશા પૂજનીય છે

ગુજરાત સરકાર અને ભારત સરકારના મહિલા સશક્તિકરણના અભિયાન સફળ રહ્યા છે-બહેનોની શિક્ષણ-રોજગાર-સામાજીક પ્રદાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન રહ્યા છે હજુય બહેનોની આભને આંબતી પ્રગતિ અવિરત છે……….નારી શક્તિને વંદન

 

 

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>આલેખન–ભરત જી. ભોગાયતા (પત્રકાર)

>>>>>>>>>>>>>>>>>>>>>>

 

આપણે બહેનો વગરના પરીવારની કલ્પના કરી શકીએ? આપણે મહિલાઓ વગરના સમાજની કલ્પના કરી શકીએ? ના…..સ્રી સર્જનનુ પ્રતિક છે સૃષ્ટીના કર્તા છે આવી નારાયણી શક્તિને વંદન કરી જણાવુ કે……….

ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે અને આ વિકાસની પ્રકિયામાં તમામ સમુદાય અને વર્ગના લોકો જોડાયેલ છે. આપને સૌ જાણી એ છીએ તેમ કુટુંબના વિકાસનો પાયો સ્ત્રી (મહિલા) છે, કારણ કે, બદલાતા સમયની સાથે સાથે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર રહી છે, તેઓ કુટુંબ અને વ્યવસાય બંને ક્ષેત્રે સમતોલન જાળવી શકી છે, જેના પરિણામે આજે સમાજમાં તેણીની ભૂમિકા બદલાઈ છે. સ્ત્રીઓએ સામાજિક, કોટુબીક અને રાજકીય પ્રતિકુળ સંજોગોમાં પણ સમાજ તેમજ દેશના વિકાસ અને ઉત્થાનમાં અગત્યની ભૂમિકા ભજવેલ છે. સ્ત્રીઓ એ દરેક ક્ષેત્ર જેમકે, આઝાદી, રાજકીય, સમાજસેવા, સમાજ સુધાર, વિજ્ઞાન, સંશોધન, વેપાર, રમત-ગમત, મનોરંજન, સંગીત, કલામાં સ્ત્રીઓએ સમાજના પ્રતિકારોનો સામનો કરીને મહિલાઓની પ્રગતિમાં મહત્વનો ફાળો આપેલ છે.

આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સામાજિક સુધારમાં મહિલાઓનું યોગદાન તેમની પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટેના સામર્થ્યને દર્શાવે છે, આવી સક્ષમતા અને સામર્થ્ય વિકસાવવા માટે જરૂરી છે કે તેમની શક્તિઓને ઓળખી જરૂરી તકો અને વિકાસ માટે મોકળાશ ઉભી કરવામાં આવે, જે માટે અમારી સરકાર સદૈવ તત્પર રહે છે, પરંતું હજુ આપણા વિચારો, આપણી સામાજિક માન્યતાઓ, આપણી માનસિકતા, આપના રીત-રીવાજો રૂઢીચુસ્ત અને પુરુષપ્રધાનતા વાળી હોવાથી આજે આપણા રાજ્યમાં દિકરાઓના જન્મને મહત્વ આપવામાં આવે છે, દિકરીઓના  જન્મને મહત્વ આપવામાં આવતું નથી, જેના પરિણામે રાજ્યમાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૦૦૦ દિકરાઓ સામે માત્ર ૮૯૦ દિકરીઓ હોવાનું (૦ થી ૬ વર્ષનો સેક્સ રેશિયો) જણાવેલ છે.

રાજ્યમાં દિકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને માં-બાપ અને સમાજ તેને સ્વમાનની દ્રષ્ટિથી સ્વીકારતો થાય તે માટે અમારી સરકારે મહિલાઓમાં રહેલ સામર્થ્યને ઓળખી તેને સમાજ, રાજ્ય તેમજ દેશના વિકાસ માટે સક્રિય બનાવવા માટેની દિશાઓને (તકો) વધુ સશક્ત બનાવવા માટે“મહિલા સશક્તિકરણ” અને “દિકરી બચાવો… દિકરી ભણાવો..” ના અભિગમને ઝુંબેશ રૂપે હાથ ધરેલ છે.

૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા અને તેમની ક્ષમતાઓને ઉત્સાહિત કરવા માટે દર વર્ષે અલગ અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ” ઇન્વેસ્ટ ઇન વુમન–એક્સલરેટ પ્રોગ્રેસ ”
( ‘Invest in Women: Accelerate Progress’ )ની થીમ નક્કી કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પણ મહીલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તકના વિવિધ માળખાઓ જેવા કે મહિલા શક્તિ કેન્દ્રો, સખી વન સ્ટોપ સેન્ટર, નારી કેન્દ્રો, સ્વધાર ગૃહ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા કલ્યાણ માટેની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુનઃલગ્ન યોજના, વ્હાલી દિકરી યોજના, મફત કાનુની સહાય, મહિલા સ્વાવલંબન યોજના વગેરે ની માહિતી મહિલાઓ સુધી પહોંચે, ભૂલકાઓનું જે માતાની જેમ જતન કરે છે તેવા આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવા, મહિલા કલ્યાણક્ષેત્રે જેઓએ યોગદાન આપેલ છે તેમને સન્માનિત કરવા, સખી મંડળોના માધ્યમથી જે મહિલાઓએ પોતાનાં અને અન્ય મહિલાઓના જીવન ધોરણમાં સુધારો કરવા પ્રયાસો કર્યા છે તેમને સન્માનિત કરવા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે જે દિકરીઓએ તેમના પરિવાર અને જીલ્લાનું નામ રોશન કર્યું છે તેવી મહિલા ખેલાડીઓને સન્માનિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

તમામ મહિલાઓ દિકરીઓ આગળ વધે પોતાના ઘર, પરિવાર,  રાજ્ય અને દેશનું નામ રોશન કરે અને અન્ય મહિલાઓ દિકરીઓ માટે પણ પ્રેરણારૂપ બને તેવી આજે મહિલા દિવસ નિમિતે તમામ ને શુભેચ્છાઓ મળી રહી છે તે શુભેચ્છાઓ નિત્ય બહેનો ના આત્મવિશ્ર્વસને વધારતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવવી વધુ યોગ્ય રહેશે. બહેનોને નિત્ય બિરદાવો બગેનોની ક્ષમતા,શક્તિ,સમજણ,ધીરજ,સહન શક્તિ,સુઝકો,આત્મ સ્ફુરણા,કપરા સંજોગોમાં પણ પરીવારને જાળવી સૌ ને માટે અવિરત પ્રયાસ કરતા રહી પોતે પણ રોજગાર વિકસાવે છે તે સન્માનનીય અને અભિનંદનીય છે.

ભારત લોકશાહી દેશ છે. કોઇ પણ લોકશાહી દેશના ભાવિ અંગેનું ખરૂ ચિત્ર દેશની મહિલાઓને મળતી આર્થિક, સામાજિક, રાજનૈતિક અને શૈક્ષણિક સુવિધાઓ તથા સ્વતંત્રતાઓ ને આધારે ચરિતાર્થ થતુ હોય છે. ગુજરાત સરકાર રાજ્યની મહિલા શક્તિ અને સામર્થ્ય ને બિરદાવવા માટે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યુ છે. આ દિવસ બહેનોની રોજગારી, કાર્યદક્ષતા, ઉદ્યમશીલતા  અને આર્થિક સુખાકારીમાં સુધારો લાવી તેમને લાંબાગાળે સ્વ-નિર્ભર બનાવવા માટેના ઉદ્દેશ્ય થી ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં સહભાગી થઈ વિવિધ સરકારી કચેરીઓ/વિભાગો દ્વારા કાર્યરત મહિલાલક્ષી યોજનાઓ,માહિતીઓ અને સ્વનિર્ભર થવા માટેના કાર્યક્રમોનો લાભ બહેનોને પ્રત્યક્ષ રીતે મળે અને સરકારશ્રીનો જનભાગીદારી થકી મહિલા ઉત્થાનનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય તેવો પ્રયાસ છે.

આ ઉજવણીમાં રાજ્ય અને જીલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતીઓનું આયોજન કરી મહિલાઓને સશક્ત કરવા ઘનિષ્ઠ પ્રયત્નો કરે છે. દિવસ દરમ્યાન મહિલા સુરક્ષા, મહિલા આરોગ્ય, મહિલા સ્વાવલંબન, મહિલા શિક્ષણ જેવા અલગ અલગ વિષયવસ્તુ મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષાના ક્ષેત્રે વિસ્તૃત ફલક ઉપર રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ, રાજ્ય મહિલા આયોગ, નારીઅદાલતો, નારી ગૌરવ નીતિ, અને મહિલાઓ સંબંધિત વિવિધ કાયદાના અસરકારક અમલ અંગે વિવિધ સ્તરે પગલા લેવાઇ રહ્યા છે. અને સુરક્ષા સેતુ દ્વારા ગૃહ વિભાગ દ્વારા મહિલાઓ વિષયક સહાય માટેની સામાજિક સંવેદના ઉજાગર કરવાની પ્રેરક કાર્યપ્રવૃતી હાથ ધરેલ છે.

રાજ્ય સરકારે વહીવટમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે ત્રિસ્તરિય પંચાયતી રાજની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામતની જોગવાઇ કરેલ છે અને રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભામાં પણ મહિલા માટે ૩૩ ટકા અનામત આપવામાં આવેલ છે તથા સરકારી ભરતીમાં ૩૩ ટકા અનામતની જોગવાઇ રાખેલ છે. દિકરીઓની સુરક્ષા, સહાયતા અને શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા૨ ઓગસ્ટ ૨૦૧૯ થી વ્હાલી દિકરી યોજના અમલમાં મુકેલ છે. જેમાં દિકરીને ૩ હપ્તામાં કુલ રૂ. ૧ લાખ ૧૦ હજારની આર્થિક સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.

મહિલાઓને એક જ છત્ર હેઠળ આશ્રય, સુરક્ષા, પરામર્શન, કાયદાકીય સહાય જેવી તમામ સુવિધા મળી રહે તે માટે તમામ જિલ્લાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર યોજના અમલમાં મૂકેલ છે. જિલ્લામાં સરકારી હોસ્પીટલ કેમ્પસમાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે

આ ઉપરાંત કોઇ પણ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક બચાવ/સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે ૧૮૧ અભયમ નામની હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત છે.જેમાં મહિલા કાઉન્સેલર,મહિલા કોન્સ્ટેબલ અને પાયલોટ તુરંત જરૂરીયાત વાળી મહિલા પાસે પહોંચી જાય છે અનેક બહેનો દીકરીઓ વૃદ્વાઓ માટે આ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન હાલારમાં સતત ઉપયોગી થઇ રહી છે.

સ્વામી વિવેકાનંદજીએ મહિલા સશક્તિકરણના સંદર્ભમાં કહ્યું હતું કે “ વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકશે નહીં ”. કોઈપણ પક્ષી માટે એક પાંખે ઉડવું અશક્ય બની જતું હોય છે એવું આપણા દેશ,  રાજ્ય તથા સમાજમાં પણ કંઈક આવું જ બન્યું છે અને તેથી મહિલા સશક્તિકરણ અને સ્વતંત્રતા, સમાનતા અને કાયદાકીય જાગરૂકતા એ સશક્તિકરણ નું પહેલું પગથિયું છે. ભારતનું બંધારણ, કાયદાઓ, તથા મહિલાકલ્યાણકારી કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની યોજનાઓ, કાર્યક્રમો, નીતિઓના લીધે ખરેખર સાચા અર્થમાં આજે મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. મહિલાઓ પોતાના હક્કો/અધિકારો પ્રત્યે સજાગ બની પોતાના સ્વતંત્ર અસ્તિત્વની ઓળખ ઉભી કરવા નાના-મોટા વ્યવસાયિક હુન્નરોને ઓળખી મુખ્ય પ્રવાહના માં ઉપર આવી રાજ્ય અને કુટુંબના વિકાસ અને લોકભાગીદારી માં પોતાનો હરખ ફાળો નોંધાવી રહી છે. આવી સતત  પ્રતિકારો સામે હિંમતભેર જજુમતી મારી બહેનોને સત સત નમન…

ગુજરાત સરકાર અને ભારત સરકારની મહિલા અને બાળ મંત્રાલય દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની એક ઝાંખી જોઇએ તો……

વિશેષમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના અંતર્ગત આપણા જિલ્લાઓની કક્ષાએ કામગીરી અવિરત છે તેમ અધીકારી ચંદ્રેશ ભાંભી અને ટીમએ જણાવ્યુ છે

જેમકે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જેમાં લાભાર્થિઓની સંખ્યા નોંધપાત્ર છે નિરાધાર ગંગા સ્વરૂપા બહેનો સમાજમાં સન્માનભર્યું જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપા બહેનો માટે આર્થીક સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે  જિલ્લાઓમાં ગંગા સ્વરૂપા સહાય યોજના અંતર્ગત કુલ ૧૬૭૦૨  થી પણ વધુ લાભાર્થી બહેનો મંજુર થયેલ છે. જેઓને માસિક રૂ.૧૨૫૦/- ની સહાય DBT મારફત લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

તો વળી વ્હાલી દીકરી યોજના તા: ૦૨-૦૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મ થયેલ દીકરીઓને આ યોજનાનો લાભ લઇ શકે છે જેમાં દીકરીઓને ૧,૧૦,૦૦૦ સુધીની રકમ મળવાપાત્ર છે.તેની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

તેવી જ રીતે સખી વન સ્ટોપ સેન્ટર આ સખી વન સ્ટોપ સેન્ટર યોજના કોઈપણ કિશોરી કે મહિલા હિંસાથી પીડિત હોય તે આ સેવાનો લાભ લઇ શકે છે એક છત્ર હેઠળ ઘરેલુ હિંસા બાબતે તબીબી સહાય, કાનૂની સહાય, સુરક્ષા તથા હંગામી ધોરણે આશ્રય જેવી સુવિધાઓ આપવામાં આવે છે

પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશનમાં મુખ્યત્વે આવતા ઘરેલુ હિંસાના કેસમાં ફરિયાદને આધારે બંને પક્ષ સાથે કાઉન્સેલિંગ કરી અને સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવા મહિલાની સમસ્યા સંદર્ભે વિવિધ માળખાઓ સાથે સંકલન કરવું અને મહિલાને કાનૂની અધિકારો તેમજ કાયદાની જાણકારી આપવી જે મુખ્ય સહાય છે.

આ ઉપરાંત મહિલા સ્વાવલંબીબયોજનાઓ , મુદ્રા લોન,દસ્તાવેજમાં નોંધણી ફી રાહત યોજના,બહેનો ને માટે આવાસ યોજનાઓ,બહેનો ગૃહ ઉદ્યોગને સપોર્ટ આપવાની દિશામાં યોજનાઓ,બહેનો ને શિક્ષણ યોજનાઓ,મહિલા ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ કરે તે યોજનાઓ,મહિલાઓના આરોગ્ય માટેની યોજનાઓ વગેરે અમલમાં છે

સ્થાનિક સ્વરાજ્યમાં પચાસ ટકા મહિલા અનામત તેમજ લોકસભા ધારાસભામાં ૩૩ ટકા મહિલા અનામત એ ગુજરાત અને ભારતમાં ક્રાંતિકારી કદમ છે.

બહેનો શિક્ષક છે,બહેનો અધીકારી અને કર્મચારી છે,બહેનો બેકીંગ ક્ષેત્રમાં છે,બહેનો વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે છે,બહેનો ખેતી પશુપાલન કરે છે,બહેનો રમત ગમત ક્ષેત્રે આપણા રાજ્ય અને દેશને ગૌરવ અપાવે છે–બહેનો આર્મી નેવી એરફોર્સમાં ફરજ બજાવી દેશની રક્ષા કરે છે……બહેનોએ છેલ્લા પંદર વરસમાં પ્રગતિ કરી છે તે વણથંભી કૂચ છે…..માટે બેટી બચાવો…. વધાવો….બેટી બિરદાવો…..દરેક દીકરી,બહેન,માતાને ફરીથી વંદન અને મહિલા દિવસની શુભકામનાઓ

_________________
—હાલારના બંને જિલ્લાની અમુક નારી શક્તિ———-
__________________

હાલારની નારી શક્તિઓને નમન કરીએ–બહેનોના યોગદાન જામનગર,દ્વારકા જિલ્લાઓના ગૌરવ સમાન છે………..

……………..
ખાસ યાદ કરાવુ કે હાલારની નારી શક્તિનો ઉદય વરસોથી છે પરંપરા જતન સાથે પ્રગતિ અને દરેક ક્ષેત્રોમાં યોગદાન એ હાલારના બંને જિલ્લાના બહેનોની વિશેષતા છે જે આપણી પ્રગતિને સહયોગ કરે છે આપણને ગૌરવ અપાવે છે. હાલારમાં શિક્ષણ,સમાજ સેવા,મેડીકલ,સરકારી વિભાગો,સુરક્ષા તંત્રો,ખેતી,માછીમારી,રોજગાર-ધંધા-ઉદ્યોગ ,રાજકારણ,શિધ સંશોધન,ન્યાય સહિતના ક્ષેત્રોમાં બહેનોના યોગદાન અનન્ય છે. હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમ સતત ચાર ચુંટણી જીત્યા છે એક ધારાસભા ત્રણ લોકસભા તેઓ નારીશક્તિનું ઉતમઉદાહરણ છે,જિલ્લા પંચાયત જામનગર પ્રમુખ મયબેન ગરચર, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિ બા જાડેજા, જામનગર જીલ્લા ના ચીફ ડીસ્ટ્રીક્ટ હેલ્થ ઓફીસર નૃપુર કુમારી પ્રસાદ, કોમ્પ્યુટરની જેમ દરેક માહિતી આંગળીના ટેરવે રાખતા અને સીડીએઓના સહાયક તથા આશા વર્કર બહેનો સહિતના આરસીએચ પ્રોજેક્ટ સંભાળતા જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના ખુશ્બુબેન સહિત મહિલા અધીકારીઓ અને કર્મચારીઓ,જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતો, નગરપાલિકાઓના પુર્વ અને હાલના પ્રમુખ રહેલા બહેનો, જામનગરના પુર્વ મેયરો, સરલાબેન ત્રિવેદી, જયશ્રીબેન જાની, અમીબેન પરીખ ,પ્રતિભાબેન પ્રકાશભાઇ કનખરા,બીનાબેન કોઠારી તેમજ ડેપ્યુટી મેયર રહેલા મંજુલાબેન હીરપરા,સોનલબેન જોશી તેમજ હાલના ક્રિષ્નાબેન એ પોત પોતાના ક્ષેત્રો દીપાવ્યા છે.

હાલારમાં શ્રી કસ્તુરબા ગાંધી મહિલા વિકાસ ગૃહના સ્થાપક મંજુલાબેન (પૂ.મોરારીબાપુ ,મંજુલાબેનને માં જ કહેતા) જોશી જેઓ ધારાસભ્ય પણ હતા તેઓએ સીતેર વર્ષ j વિકાસગૃહની સ્થાપના કરી હતી અને અનાથ,નિરાધાર,ત્યક્તા વગેરે બહેનોના માતા બન્યા હતા આ સંસ્થા બીજમાંથી વટવૃક્ષ બની છે તેમના પુત્રી કલાબેનનુ પણ બહેનો માટે નોંધપાત્ર યોગદાન રહ્યુ છે તો લલીતાબેન શાહ , હીરાબેન તન્ના,લીલાબેન,મીનાક્ષીબેન જોષીના બહેનોના શિક્ષણ સેવા રક્ષણ તાલીમ આરોગ્ય રક્તદાન જેવા જીવનદાન વગેરેમાં યોગદાન નોંધપાત્ર છે

શિક્ષણ ની અને મહિલાઓની વાત કરીએ તો પુર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીને ન જ ભુલાય ને? નૃત્ય કલામાં નેહાબેન શુક્લનુ પ્રસ્તુતિ સાથે ઓતપ્રોત થતુ ઐક્ય તેઓની અભિવ્યક્તિને દર્શનીય બનાવે છે તો વળી કલા અભિનય ક્ષેત્રે જામનગરનું નામ રોશન કરનાર રીવા રાચ્છ, વિકાસગૃહ સંસ્થાની શાળાના પ્રિન્સીપાલ હિનાબેન તન્ના,
આર્યસમાજ કન્યા વિદ્યાલયના પ્રિન્સીપાલ પ્રફુલ્લાબેન રૂપડિયા,
જે.કે.સોની વિદ્યાલયના પ્રિન્સીપાલ મેઘલબેન શેઠ,એ.બી.વિરાણી સ્કુલના પ્રિન્સીપાલ તારાબેન પાંભર
અત્યારે જામનગરના કન્યા શિક્ષણમાં આચાર્ય મોટાભાગે બહેનો છે જે સ્તુત્ય જવાબદારીઓ છે તો સોશ્યલ મીડીયા, ઇન્ફ્લુએન્સર શિવાની પટેલ ની જહેમત પણ સરાહનીય રહી છે
આમ હાલારમાં જુદા જુદા સ્તરે બહેનોના કલા સમાજ સેવા શિક્ષણ રક્ષણ પ્રગતિના પ્રયાસો કેમ ભુલાય??

વાત્સલ્ય મૂર્તિ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણીનું પિયર જામનગર છે.બીજી તરફ ડો.કલ્પનાબેન ખંઢેરીયા મુકસેવકની જેમ ડોક્ટર હોવા ઉપરાંત કેન્સર સોસાયટી દ્વારા સતત વરસોથી દરદીનારાયણની સેવાઓ કરે છે, ગુજરાતની પ્રથમ મહિલા બેંક જામનગરના સ્થાપક ઉર્મીલાબેન મહેતાની કાર્યદક્ષતા દુરંદેશી,શેતલબેન શેઠની એવીજ જહેમત આપણે જોઇએ છીએ,એડવોકેટ જાગૃતિબેન વ્યાસ, કિરણબેન શેઠ,કોમલબેન ભટ્ટ,શીતલબેન ખેતીયા, સહારાબેન મકવાણા,જેનમબેન ખફી, સરકારી વકીલ બહેનો સહિત અનેક પ્રેક્ટીસનર્સ વકીલ બહેનો ની મહેનત અને નિપુણતા નોંધપાત્ર છે તે મહિલા જજીસ પણ ન્યાયાલયોના ગૌરવ હોય છે, તેવી જ રીતે પોલીસ વિભાગમાં બંને જિલ્લાઓમાં બહેનો પીએસઆઇ વિશ્ર્વ પ્રસિદ્ધ આયુર્વેદ શિક્ષણ સંશોધન ઇન્સ્ટીટ્યુટ ઇટ્રા ના નવ નિયુક્ત ડાયરેક્ટર વૈદ્ય તનુજા નેસરી, આયુર્વેદ મહાવિદ્યાલયના આચાર્યા વર્ષાબેન સોલંકી, ડો. પશ્મિનાબેન જોષી, મેડીકલ કોલેજના ડીન ડો.નંદિનીબેન દેસાઇ, ડો. નંદિની બાહરી, તેમજ જીજીજીએચના વિભાગ અધ્યક્ષ બહેનો પ્રોફેસરો પેરા મેડીકલ સ્ટાફ ખાસ કરીને જેમના વગર મેડીકલ ક્ષેત્ર અધુરૂ ગણાય તેવા નર્સ બહેનો સરકારી અને ખાનગી ક્ષેત્રમા સેવા બજાવતા દરેક નર્સ બહેનો જેને આપણે સીસ્ટર કહીએ છીએ તે દરેક બહેનો નર્સીંગ કોલેજના પ્રિન્સીપાલ અને સ્ટાફ બહેનો સૌ સમર્પિત સેવા આપે છે,ડેન્ટલ કોલેજના ડીન ડો. નયનાબેન પટેલ ,ડો.જશુબેન તકવાણી,ડો રીમ્મી તકવાણી,ડો. સુમિત્રાબેન રાઠી,ડો.સાંઠે મેડમ,સેવાને વરેલા આણંદાબાવા આંખની હોસ્પીટલના ડો.સુમનબેન અજયભાઇ તન્ના ,ડો. કલ્પનાબેન ભટ્ટ,ડો.ઇલાબેન પુનાતર,ડો.ઇલાબેન વિરાણી,ડો.સંધ્યાબેન શુક્લ,ડો.ગાયત્રીબેન ઠાકર, જામખંભાળીયાના ડોક્ટર ડો.ધીરૂબેન ઝવેરી, ડો. પ્રફુલ્લાબેન બરછા સહિત અગણીત મહિલા ડોક્ટરો, જામનગર કોર્પોરેશનના પુર્વ એમ.ઓ.એચ. ડો.ઋજુતાબેન જોશી, શિક્ષણ ક્ષેત્રમાં મંજુલાબેન, પ્રો.હંસાબેન શેઠ, ડો.મીનાક્ષીબેન જોષી,ભારતીબા વાઢેર , શિક્ષણ અધીકારી મધુબેન ભટ્ટ, આચાર્યા બિનાબેન દવે,એકતાબા સોઢા,ઉસ્મિતાબેન ભટ્ટ, સ્નેહલ કોટક પલાણ સહિત અનેક બહેનો, વિવિધ કલા ક્ષેત્રના સમર્પિત બહેનો, વિરલ રાચ્છ અને જય વીઠલાણી સાથેના થીયેટરના કલા કસબી બહેનો, ડીસ્ટ્રીક્ટ લેબર ઓફીસર ડો. ધ્વનીબેન રામી (જેઓ સારા ચિકિત્સક પણ છે સફળ અધીકારી પણ છે તેમના કાર્યક્ષેત્રનો વ્યાપ ઘણો છે), જિલ્લા રોજગાર અધીકારી સરોજબેન સાંડપા ઉપરાંત સરકારી વિભાગો, કોર્પોરેશન, બોર્ડ,નિગમો,અર્ધસરકારી સંસ્થાઓ,સહકાર ક્ષેત્રના બહેનો,રમત ગમત અને બહેનોની સુરક્ષા તાલિમ માટે પ્રેક્ષાબેન ભટ્ટની જહેમત,ધારાસભ્ય રીવાબા જાડેજાની સમાજ સેવા, જામનગર જીલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સોનલબેન જોશીપુરા ,સિનિયર સબ એડીટર પારૂલબેન કાનગળ સારા લેખન અને સારા વહીવટના પ્રતિક છે , જનરલ પોસ્ટ ઓફીસ (હેડ પોસ્ટ ઓફીસ)ના ચીફ એકાઉન્ટન્ટ મીતલબેન, પત્રકાર જ્યોતિબેન દોશી, પત્રકાર તોરલબેન ઝવેરી,અમૃતાબેન,નિધીબેન ઉપરાંત દરેક પત્રકાર લેખક કોલમ કે વાર્તા કવિતા લખતા બહેનો તેમજ બંને જીલ્લાના સામાજીક સેવારત બહેનો, સંસ્થાઓ , સખીમંડળો, મહિલા મંડળો,સત્સંગ મંડળો અને સંગઠન ચલાવતા તેમજ સામાજીક હોદા ઉપરના બહેનો, જ્યોતિષ અને કર્મકાંડ ક્ષેત્રના બહેનો, ભારતીબેન જડીયા,કુસુમબેન, મરીયમબેન સુમરા સહિતના પુર્વ કોર્પોરેટરોઅને હાલના મહિલા કોર્પોરેટરો,મહિલા સુધરાઇ સભ્યો,મહિલા જિલ્લા પંચાયત સભ્યો,મહિલા સરપંચો અને ગ્રામપંચાયત સભ્યો,મહિલા તાલુકા પંચાયત સભ્યો, સ્થાનિક સ્વરાજ્ય જુદી જુદી સમિતીઓના ચેરમેન બહેનો,જિલ્લા અને તાલુકા કક્ષાના બહેનો અધીકારીઓ,સામાજીક રીતે પ્રમુખ અને કારોબારી સભ્ય બહેનો, સંતાનોને,ભાઇને,પતિને, પિતાને ગૃહ ઉદ્યોગથી માંડી રોજગાર-ધંધા-ઉદ્યોગમાં ખભેખભા મીલાવી જહેમત કરતા બહેનો,બેકીંગ ક્ષેત્રના બહેનો,ખાનગી કંપનીઓમાં નોકરી કરતા બહેનો,શૈક્ષણીક અને આરિગ્ય ક્ષેત્રોની બહેનો,લેખક અને પત્રકાર તેમજ સંપાદક બહેનો,બ્યુટીપાર્લર- શિવણ-ભરત ગુંથણ-બાંધણી ક્ષેત્રમાં કાર્યરત બહેનો,ખેતી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં પરીશ્રમકરતી બહેનો,ફરસાણ-ડેરી-મુખવાસ-પ્રોવીઝન-કોમ્યુનિકેશન કંપનીઓ-વિમા કંપનીમાં કાર્યરત બહેનો,કુંકીંગ વ્યવસાય ક્ષેત્રે અને સુશોભનથી માંડી હોમ હવન લગ્ન વિધી સહિત કર્મકાંડ ક્ષેત્રે અવિરત ગૌરવ અપાવતી બહેનો, કરાટેથી માંડી સ્વરક્ષા,સામાન્ય જ્ઞાન,રમત ગમત,વક્તૃત્વ,લેખન,સાહિત્ય, સહિતમાં ગૌરવવંતી દિકરીઓ બહેનો માતાઓ સૌ ની જહેમત સાથે કન્યા જતન પાલન કન્યા કેળવણી કન્યા ઉત્કર્ષ વગેરે માટે કાર્યરત બહેનો માતાઓ,ગૃહીણીઓ,શ્રમિક બહેનો તેમજ જુદા જુદા દાતા પરીવારના બહેનો,જિલ્લા અને તાલુકા કક્ષાના અધીકારીઓ અને કર્મચારી બહેનો,શિક્ષક બહેનો,તબીબી વિવિધ ક્ષેત્રોના બહેનો ,બંને જિલ્લામાં ફરજ બજાવતા અને ફરજ બજાવી ગયેલા સનદી અધીકારી બહેનો, ગુજરાત એમીનીસ્ટ્રેટીવ સર્વિસના બહેનો ( જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં એસડીએમ તરીકે મ્યુ.કમીશનર તરીકે ,ડીડીઓ ડે.ડીડીઓ,નાયબ કલેક્ટર તરીકે ,એસ.પી. તરીકે ફરજ બજાવીને ગયેલા અનેક બહેનો અધીકારીઓ હાલ સરકારમાં ખુબ ઉંચી પોસ્ટ ઉપર છે અમુક ગુજરાત સરકારમાં અમુક કેન્દ્ર સરકારમાં ફરજ બજાવે છે તેમજ હાલ પણ બંને જિલ્લાઓમાં ક્લાસ વન ક્લાસ ટુ અધીકારી બહેનો ફરજ બજાવે છે ક્લાસ થ્રીમાં પણ સરકારી વિભાગોમાં નોંધપાત્ર સંખ્યામાં બહેનો ફરજ બજાવે છે, નિવૃત મામલતદાર દક્ષાબેન રીંડાણી,બીનાબેન શનિશ્ર્ચરા, રોહિણીબેન મારૂ ,આઇસીડીએસ જામનગર કોર્પોરેશન ,જામનગર જીલ્લા પંચાયત, દ્વારકા જિલ્લા પંચાયતના અધીકારી બહેનો અને દરેક આંગણવાડી મુખ્ય બહેનો અને સહાયક બહેનો તેમજ આશા વર્કર બહેનો, ૧૦૮ની સેવાના ઇએમટી બહેનો વગેરે રેવન્યુ વિભાગના અધીકારી બહેનો કર્મચારી બહેનો સહિત સૌ વંદનીય છે તેઓના યોગદાન નોંધપાત્ર છે. તેમજ એન્કર્સ નિધિ ઠાકર
જાનવી પટેલની પ્રસ્તુતિ વિશેષતાસભર હોય છે અલગ અલગ સમાજ માટે કામ કરતા બહેનો વિશીષ્ટ રીતે સમાજ સ્ગઠન માટે ઉપયોગી અને ઉત્કર્ષની પ્રવૃતિ કરતા હોય છે જેમકે મનિષાબેન સુંબડ ને વૈશાલીબેન જોશીનુ વિશિષ્ટ પ્રદાન હોય છે
જામનગર શહેર જામનગર જીલ્લાના શહેરો દ્વારકા જિલ્લાના શહેરો એમ હાલારમાં અનેક જગ્યાએ જુદા જુદા અભ્યાસ કરેલા બહેનો યોગાભ્યાસ કરાવે છે તાલુકા કક્ષાએ આવા વર્ગોમાં વધતી જતી સંખ્યાઓ દર્શાવે છે યોગાભ્યાસ કરાવનાર બહેનોની નિસ્વાર્થ સેવા રંગ લાવી રહી છે વળી યોગ જોવાનો નહી પણ યોગના આઠેય અંગ અનુભૂતિનો વિષય છે જોકે પ્રેક્ટીસ કરતા કરતા જે સ્થિતિમાં સ્થિરતા અને સુખ મળે તે ને આસન કહેવાય તેમ પતંજલિ ૠષિ નુ યોગશાસ્ર કહે છે તેમણે ચરક સ્વરૂપે આયુર્વેદ શાસ્ર અને પાણીની સ્વરૂપે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ લખ્યા છે યોગશાસ્રના સુત્રોનું ધ્યાન કરવાથી શબ્દાર્થ ભાવાર્થ ગુઢાર્થ તત્વાર્થના આયામો ચિતપ્રદેશમાં ખુલે છે હાલાર પંથકના એક સાધ્વીજી એ જણાવ્યુ છે કે વ્યવહારમાં…. યોગ કર્મસુ કૌશલમ…. કોઇપણ કર્મમાં કુશળતા આવે એ યોગ ” પરફેક્શન ઇન એક્શન ધેટ ઇઝ યોગ….” શ્ર્વાસનુ આ વિજ્ઞાન અલગ લેખમાં સમજશુ કે સાવ એકડો ઘુંટીને અભ્યાસ કરતા કરતા ય યોગાભ્યાસ આપણા મન અને તન ને હળવાશ કેવી રીતે અપાવે?? વ્યવહારમાં દરેકના વ્યવસાયમાં યોગની ઉપયોગીતાના કેપસ્યુઅલ પ્રોગ્રામ આગામી અંકોના લેખમાં જાણીશુ કેમકે આ લખનારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં યોગનુ જ્ઞાન વિજ્ઞાન ફીઝીયોલોજીકલ ઇફેક્ટ વગેરે ભણ્યા બાદ કાયમ યોગના વિદ્યાર્થી રહેવાનો નિર્ધાર કર્યો છે અને સદગુરૂની પ્રેરણાથી તબીબોને પણ અમુક જ પ્રાણાયામ અમુક જ આસન ( હીસ્ટ્રી ને પ્રકૃતિ જાણી જે વધુ ઇફેક્ટીવ રહે તે)કરાવી સંતોષકારક પરીણામ મેળવ્યા છે જે યોગશાસ્રની અને સદગુરૂઓની આ લખનાર ઉપર કૃપા અવિરત છે માટે એપ્લીકેબલ યોગની ટીપ્સ દેશ વિદેશમાં ટેકનોલોજીના માધ્યમથી આ લખનાર પહોંચાડી રહ્યા છે અને પ્રચાર વગર બહોળા લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે એ શાસ્રની શાસ્ર રચયિતાની ઇષ્ટની યોગીશ્ર્વર અને યોગેશ્ર્વરની જ કૃપા ગણાય ને?? શ્ર્વાસ લયબદ્ધ થાય તે સાથે આસનની સ્થિરતા આવે છે. …..મુળ વાત હાલારના બંને જિલ્લાઓમાં અનેક શહેરોમાં બહેનો યોગાભ્યાસ કરાવે છે લાભાર્થી બહેનો ની સંખ્યા પણ વધે છે ભલે પ્રાથમીક માર્ગદર્શન અપાતુ હોય એ રીતે ધીમે જ શીખાય ઉતાવળ કરવા જેવુ આ શાસ્ર નથી કસરત જેવી ઉતાવળ કે એકી શ્ર્વાસે કે એકધારૂ કરવાને બદલે સુક્ષ્મ વ્યાયામ બાદ યોગાસનના પ્રયાસ પ્રાણાયામના પ્રયાસ કરતા રહેવાથી શ્ર્વાસ કેળવાય જશે અને સ્થિરતા આવી જશે જ્યા સુધી કંપન થાય ત્યાં સુધી પરફેક્ટ આસન કે પ્રાણાયામ ન ગણાય તેનાથી શરીરને કે મન ને લાભ ન થાય અને ખાસ શરીર-મનના પ્રારંભીક ક્રિયાત્મક પ્રભાવ જાણી ને જ આસન પ્રાણાયામ અભ્યાસ કરાવવો ને કરવો જોઇએ અને શ્ર્વાસ લયબદ્ધ થઇ જાય પ્રેક્ટીસથી તો યોગાભ્યાસ સરળ થશે નહિતો શાસ્ર સમ્મત પરફેક્ટ યોગાભ્યાસ ન થાય …..તે કઇક બીજુ થતુ હશે……તેમ નિષ્ણાંતો કહે છે….શીખવનારે પ્રથમ અનુભવ કરવો જોઇએ આ લખનારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદ સંમત યોગનો અભ્યાસ કર્યો ત્યારથી યોગના વિદ્યાર્થી રહેવામાં આનંદની અનુભૂતિ કરે છે સતત અભ્યાસ ચિતન મનન ક્રિયાત્મક અસરોની અનુભૂતિઓનુ વિશ્ર્લેષણ કરતા રહેવાથી યોગ સ્વયં ઘણુ શીખવાડે છે એ અભ્યાસ વખતેની બેચ તેમજ ત્યારબાદની બેચ માં અનેક બહેનો વિદ્યાર્થીઓ સરસ આસન (સ્થિરમ સુખમ આસનમ….મુજબ) પ્રાણાયમ કરતા હતા તેમજ તેમાંથી ઘણા બહેનો હાલારમાં પદ્ધતિસરનો યોગાભ્યાસ કરાવે છે અને લાભાર્થીઓને લાભ થાય છે
તો ઇન્ડીયન લાયોનેશના નિરૂપમાબેન પી. વાગડીયા,નયનાબેન પી. દવે અને સાથી હોદેદારો વિશેષ રીતે ભારતીય સંગઠનને ઉજાગર કરે છે તેઓ સ્વયંનુ મહત્વ પ્રસ્થાપીત કરી સમાજના વિવિધ ક્ષેત્રોમાં કંઇક ને કંઇક રચનાત્મકતા સતત શોધે છે તેવી જ રીતે સખી ક્લબ, ડીવાઇનક્લબ,લોહાણા બહેનોનુ ગૃપ, સુવર્ણકાર મહિલા ગૃપ,બ્રહ્મસમાજના ગૃપ સહિત દરેક સમાજના બહેનોના ગૃપો,મંડળો,ક્લબ,એસોસીએશન વગેરે ની અનેકવિધ વિશેષતા છે જે જાણીએ ત્યારે ખ્યાલ આવે છે કે બહેનોની વિવિધતા જાણી.લેવાનુ વીઝન આગવુ હોય છે સુવર્ણકાર મહિલા મંડળના હેતલબેન વજાણી જણાવે છે કે ધૈર્ય સભર સંગઠનાત્મક પ્રવૃતિ જરૂર રંગ લાવે છે તે ચોક્કસ બાબત છે તો કૃષ્ણ કર્મભૂમિ સંલગ્ન તીર્થ સંકુલ ના વિશિષ્ટ સંશોધક બીનાબેન માણેક કહે છે કે દીકરીઓને અભ્યાસમાં રૂચી હોય તો અભ્યાસ કરવા અનુકુળતા કરી આપવી કેમકે એક તો તેથી દીકરીઓની સંશોધનાત્મકતા, આત્મવિશ્ર્વાસ, ઉત્સાહ, આપોઆપ ખીલશે ને બીજુ તે પગભર થશે ત્યારે પહેલો વિચાર પરીવારનો કરશે પોતાનો નહી…અને સક્ષમતાનો પુરતો ઉપયોગ કરી આભને આંબે તેવી પ્રગતિ કરશે કેમકે દીકરીઓ સપના જુએ છે પણ કહેશે નહી આપણે એના ચહેરા ઉપર સપના વાંચવાના છે અને થોડી સાનુકુળતા કરી આપવાની છે બસ ,સફળતા એ દીકરીને શોધી લેશે ……આ મહાનતા છે દીકરીની, તો ઇન્ડીયન લાયોનેશના નયનાબેન પી. દવે કહે છે કે અમોને સ્રીને કોઇપણ સંજોગો સ્મિતસભર પસાર કરવાની કુદરતે શક્તિ આપી છે, જીવનમાં હંમેશા એકધારો સંજોગ સમય નથી હોતો, નથી કહેતા “સમય વરતે સાવધાન” એમ બસ માત્ર સાવધાન રહીને પણ ઘણી પ્રગતિ થઇ શકે અને વર્ક ફ્રોમ હોમ એ પણ એક પ્રકારે આર્થીક ઉપાર્જન સાથે શીખવાની વ્યાપક તક આપે છે,અને બીજુ અમારા સંગઠનના દરેક હોદેદારો સભ્યો બહેનો પાસેથી કઇક ને કઇક નવુ શીખવા ને જાણવા મળે છે બહેનોની અમુક વિદ્યાર્થીઓ,જરૂરીયાતમંદ લોકો વગેરે માટે કઇક ને કઇક અનોખી પ્રવૃતિઓ હોય છે
તો વળી નવી શિક્ષણ નીતિ અંતર્ગતના સેમિનારમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર રંજનબેન જોશી જેઓ શિક્ષણ આપવા સાથે શાસ્રોના અભ્યાસના જીજ્ઞાસુ છે તેમજ
બેટ દ્વારકાનો વી-લોગ દ્વારા પરિચય કરાવનાર બીનાબેન માણેક બેટ દ્વારકા વિષે સંશોધનાત્મક સંપાદન કરી રહ્યા છે. ઉચ્ચતર માધ્યમીક વિભાગના શિક્ષક માસ્ટર ડીગ્રી ધરાવનાર હેમાંગીબેન ભોગાયતા-મહેતા જણાવે છે કે જેમ એક માતા સો શિક્ષક બરાબર છે તેમ દરેક સ્રી ને કુદરતે સો ગણી શક્તિ આપી છે એ શક્તિને યોગ્ય યક મળવી જોઇએ તો ચોક્કસ એ શક્તિ ખીલે છે એટલુ જ નહિ “સ્રી શક્તિ” અને “નારી નારાયણી” શબ્દ સમુહો સાર્થક એટલા માટે છે કે બહેનો શક્તિના સ્વયં સાધક જ હોય છે અને નારાયણીની કૃપાના પાત્ર હોય છે બસ થોડી તક થોડુ પ્રોત્સહન થોડા સપોર્ટની જરૂર હોય છે…………… ખુબીની વાત એ છે કે આ બધા જ ક્ષેત્રમાં કાર્યરત બહેનો ઘર સાચવે છે પરીવારનુ જતન કરે છે અને ત્યાગ મૂર્તિઓ છે અનેક બહેનો અધ્યાત્મ ક્ષેત્રે વંદનીય કાર્ય કરે છે તેમજ વિશેષ રૂપે પ્રદાન કરે છે, આ બધાજ અગણીત નામો છે હાલારના બંને જિલ્લાના દીકરીઓ બહેનો માતાઓના તે સૌ સન્માનનીય છે અહી તો જુજ નામ માત્ર સમાવી શક્યા છીએ પરંતુ ખરેખર હાલારના બંને જિલ્લાઓમાં વિવિધ ક્ષેત્રોમાં બહેનો ખૂબ જ સફળતાથી કાર્યરત છે તેઓના નામ ન સમાવી શક્યાની દિલગીરી સાથે આ સૌ બહેનોને તેમજ ઉપર જણાવેલા દરેક નારી શક્તિને વંદન કરીએ છીએ આપ આપની વિગતો મોકલતા રહેશો વિશેષ સિદ્ધિ સહિતની આપની સફળતા પ્રસિદ્ધ કરવી અમોને ગમશે, કેમકે બાળાઓથી માંડી દરેક વયજુથના બહેનો અનેક રીતે મહત્વનુ પ્રદાન આપી રહ્યા છે તેવા સૌ હાલારના જામનગર અને દ્વારકા જિલ્લાના બહેનોને અભિનંદન તેમજ નામ સમાવી શક્યા નથી તેવા વિશેષ બહેનોને પણ ખૂબ અભિનંદન અને સમર્પણ ભાવથી મૌન રહી ગૃહીણીઓથી માંડી દરેક બહેનો દીકરીઓ માતાઓને આજના તેઓના ખાસ દિવસે વંદન અને શુભેચ્છાઓ આમ તો એવરી ડે ઇઝ વુમન્સ ડે કેમકે બહેનો વગરના પરીવારની કોઇ કલ્પના જ ન થઇ શકે આ તકે સ્વચ્છતા અભિયાન માટે સખત જહેમત ઉઠાવતા સ્વચ્છતાના સારથી સમા સફાઇ કામદાર બહેનોને તેમજ દરેક ક્ષેત્રના શ્રમિક બહેનોને પણ વિશેષ અભિનંદન સહ વંદન. દરેક દિકરી નાનપણથી માંડી તેણી ની જીવન યાત્રા શરૂ કરે છે તે યુવાન બને પરણીત થાય માતા થાય સાસુ થાય દાદી અને નાની થાય એ સિવાય પણ બહેન ભાભી પુત્રવધુ ફઇબા માસી કાકી મામી વગેરે થાય તેમાંય પુત્રી પિતા માટે ભાઇ માટે અજોડ સ્નેહનુ પ્રતિક છે તો પતિ માટે જીવનસંગીની છે, દીકરીઓ ભણે નોકરી કરે કામકાજ કરે ઘર સાચવે બચત કરે ગૃહ ઉદ્યોગ કરે વ્યવહાર સાચવે પોતાના શોખ ગમતુ નાગમતુ બધુ જતુ કરીને કુટુંબ માટે સમર્પિતતાથી રહે તેવા બહેનો વિશેષરૂપે વંદનીય છે.કોઇ સંઘર્ષ કરી ખૂબ જ ભણે કોઇ અથાગ જહેમત થી પોતાના ક્ષેત્રમાં સિદ્ધિઓ મળે …….આવા અનેક બહેનો ને ખૂબ ખૂબ પ્રગતિની શુભકામના અને આ દરેકના સમર્પણ સરાહનીય હોય છે દરેકના જીવનની વાતો પ્રેરક હોય છે વારંવાર બદલાતા સમય સંજોગોથી માણસના દરેક સપના પુરા નથી થાતા પરંતુ બહેનોમાં એ શક્તિ છે કે તેઓ દરેક સમય સંજોગોને તુરત સાનુકુળ થઇ જાય છે , જતુ કરે છે,પોતાનો અણગમો અંદર રાખી મુકે છે અને પરીવારમાં સૌ ને સાનુકુળ થઇ ને રહે છે……કેટલુ અઘરૂ છે આવી કસોટીઓ પાર કરવી તે ?? જીવનમાં પરીક્ષાઓ આપવી તે,આકસ્મીક બાબતો સામે ઝઝુમવુ તે, આ દરેક બહેનો હિંમતથી કરે છે માટે જ પ્રેરક છે અહી ઉલ્લેખતો સ્થળ સંકોચથી ઓછો થઇ શક્યો છે પરંતુ ઘરમાં ફરજ બજાવવાથી માંડી દરેક ક્ષેત્રમાં કઇક ને કઇક શ્રેષ્ઠ કરી રહેલા દરેક બહેનો ને પ્રણામ કરીએ છીએ નારી શક્તિને વંદન કરીએ છીએ આપ સૌ પ્રેરણા આપતા રહો આપ સૌ ની જેમ ધીરજથી સાંભળવાની નિરીક્ષણ કરવાની કળા બાળકો મોટેરાઓ સૌ માટે પણ વધુ અભ્યાસના વિષય બને અને સૌ બહેનો,પરીવાર, સમાજ, વિસ્તાર, ગામ, નગર , શહેર,રાજ્ય,રાષ્ટ્ર માટે પ્રેરણા શક્તિ બનતા જ રહે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ હાલારમા અગણીત બહેનો નોંધ લેવા જેવા સ્થાને છે પોત પોતાના ક્ષેત્રોમાં સરસ કાર્ય કરે છે પ્રગતિ કરે છે તે દરેક બહેનોને અભિનંદન તે દરેકના નામો ને સ્થાન ન આપી શકાયુ માટે દિલગીરી છે જુજ નામો માત્ર એક દાખલારૂપ સ્વરૂપમાં સમાવી શક્યા છીએ અને આ નામો સિવાય પણ અસંખ્ય બહેનોના યોગદાન નોંધપાત્ર છે માટે બહેનો વિગતો આપી તેમની વિશિષ્ટ સિદ્ધીઓ જણાવી પ્રસિદ્ધ કરવાની અમોને તક આપે તો તબક્કાવાર પ્રસિદ્ધ કરી શકાય જે પ્રેરણારૂપ બની શકે છે.

ઉપરાંત હાલારના જામનગર દ્વારકા જિલ્લાઓના સીક્યોરીટી સર્વિસીઝ,
એનસીસી,હોમગાર્ડઝ, ટ્રાફીક બ્રિગેડ,પોલીસ વિભાગ,તેમજ આર્મી નેવી એરફોર્સ કોસ્ટગાર્ડ મરીન કમાન્ડો એસઆરપી સીઆરપીએફ સીઆઇએસએફ વગેરેમાં સેવારત બહેનો કર્મચારીઓ અધીકારીઓને “સેલ્યુટ”

______________

—-regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!