નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વ મહિલા દિવસે 33 જિલ્લાના સખી મંડળની બહેનોના પરિશ્રમથી સિંચેલા સ્ટોલની મુલાકાત લેશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*સખી મંડળની બહેનોની મહેનત અને સમર્પણને સન્માન આપવા માટેનો આજનો દિવસ લાખો મહિલાઓ માટે યાદગાર સંભારણુ બની રહેશે*
*33 સ્ટોલમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પટોળા, હાથ બનાવટની જવેલરી, ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ અને પંચગવ્ય પ્રોડક્ટ નવલું નજરાણું બનશે*
*દરેક સ્ટોલ પર બે મહિલા અને રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટોલ પર ચાર સભ્યો ઉપસ્થિત રહેશે*
*૨૦૦ મહિલાઓ સભા મંડપમાં વડાપ્રધાનશ્રીનું ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમેળકાભેર સ્વાગત કરશે*
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સંસ્કારી નગરી નવસારીના આંગણે આવી રહ્યા છે ત્યારે ધન્યધરા નવસારી પર તેમને આવકારવા માટે હરકોઈ આનંદ અને ઉમંગથી ઉત્સુક બન્યો છે. ખાસ કરીને સૌથી વધુ ખુશી અને ઉત્સાહ સખી મંડળની બહેનોમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી પસંદગી પામેલા 33 સખી મંડળના સ્ટોલની પ્રદર્શની રાખવામાં આવી છે. જેની વડાપ્રધાનશ્રી ઉડતી મુલાકાત લેશે.
રાજ્યના આ 33 જિલ્લામાંથી (1) અમદાવાદના ધોળકાથી હેન્ડલુમમાં પર્સ, બેગ, કોલ્હાપુરી મોજડી વગેરે, (2) અમરેલીના બાબરાથી હેનડીક્રાફ્ટમાં તોરણ, દોરી વર્ક, આયુર્વેદિક પ્રોડક્ટ અને ડેકોરેટીવ આઈટમ, (3) આણંદથી હેન્ડીક્રાફ્ટમાં અકીક આઈટમ વગેરે, (4) અરવલ્લીના મોડાસાથી ઓર્ગેનિક, ફૂડ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ અને બાંબ, (5) બનાસકાંઠાના વડગામથી હેન્ડીક્રાફ્ટમાં નાળિયેરની બનાવટ, માટીની વસ્તુ, લેડીસ કપડા, (6) ભરૂચના હાંસોટથી હેન્ડીક્રાફ્ટ અને કસ્ટમ જવેલરીમાં તોરણ, જુલા, ડેકોરેટીવ આઈટમ, નેકલેસ, બ્રેસલેટ, (7) ભાવનગરના મહુવાથી હેન્ડીક્રાફ્ટ, ફુડ,ઓર્ગેનિકમાં એલોવેરા જ્યુસ, જેલ, ખાખરા, અથાણાં, મુખવાસ, લાકડાના રમકડા, (8) બોટાદના બરવાળાથી ટેકાકોટા/હેન્ડીક્રાફ્ટ (9) છોટાઉદેપુરના કવાંટથી હેન્ડીક્રાફ્ટ/પાપડ, (10) ડાંગના આહવાથી ફૂડ પ્રોડક્ટમાં રાગી પ્રોડક્ટ, કઠોળ, અથાણાં, (11) દાહોદના ફતેપુરાથી કટલરી શોપ (12) દેવભૂમિ દ્વારકાના દ્વારકાથી હેન્ડ વર્કમાં ભરતકામ, મીરર વર્ક, (13) ગાંધીનગરથી હેન્ડલૂમમાં શેમ્પુ,સાબુ, પાઉડર, પર્સ, બેગ, (14) ગીર સોમનાથના તલાલાથી હેન્ડીક્રાફ્ટ, ફૂડ પ્રોડક્ટ (15) જામનગરથી હેન્ડીક્રાફ્ટ, (16) જૂનાગઢના વિસાવદરથી પંચગવ્ય પ્રોડક્ટ, (17) ખેડાના નડિયાદથી ફૂડ પ્રોડક્ટ અને હેન્ડીક્રાફ્ટ, (18) કચ્છના ભૂજથી હેન્ડીક્રાફ્ટમાં કચ્છી ડ્રેસ, સાડી, પર્સ વગેરે, (19) મહિસાગરના કડાણાથી હેન્ડીક્રાફ્ટ, (20) મહેસાણાના વિસનગરથી હાથ બનાવટની જ્વેલરીમાં દુલ્હન સેટ, હલ્દી રસમ સેટ, નેકલેસ વગેરે, (21) મોરબીના વાંકાનેરથી માટી અને લાકડામાંથી કારીગીરી દ્વારા બનાવાયેલા ડિનર સેટ, નોન સ્ટીક ટવા, કપ સેટ, ફલાવર પોટ અને રમકડા, (22) નર્મદાના ડેડીયાપાડાથી નેચરલ, હર્બલ અને ઓર્ગેનિક હળદર પાવડર, મિલેટ્સ, અથાણા, લાલ ચોખા, સાબુ, ઘર સુશોભનની વસ્તુ અને બાંબુ પ્રોડક્ટ, (23) નવસારીના ચીખલીથી નેચરલ, હર્બલ, ઓર્ગેનિક, (24) પંચમહાલના ગોધરાથી મોતી વર્ક, બેગ અને ડેકોરેટીવ આઈટ્મસ, (25) પાટણના સાંતલપુરથી હેન્ડીક્રાફ્ટમાં પેચ વર્કથી બનાવેલા ડ્રેસ, દુપટ્ટા, બેડશીટ, (26) પોરબંદરથી આર્ટ એન્ડ ક્રાફ્ટમાં લીપણ આર્ટ, મંડલા આર્ટ, રેસીન આર્ટ, મડ વર્ક, મિરર વર્ક અને અકીક, (27) રાજકોટથી આર્ટ એન્ડ ક્રાફ્ટમાં મંડલા આર્ટ, (28) સાબરકાંઠાના ખેડબ્રહ્માથી જુલા, મટકી, ડોર હેન્ગીંગ, ઝુમ્મર, ફલાવર પોટ, (29) સુરતના બારડોલીથી હાથથી બનાવેલી કોસ્મેટીક પ્રોડક્ટ, (30) સુરેન્દ્રનગરના ચુડાથી હેન્ડલૂમ-પટોળા, (31) તાપીના સોનગઢથી હેન્ડલૂમમાં બેડશીટ, ડ્રેસ મટિરીયલ્સ, સાડી, (32) વડોદરાથી ફૂડ એન્ડ હેન્ડીક્રાફ્ટમાં શરબત, આસન, ભગવાનના વસ્ત્રો, તોરણ, સાબુ, અગરબત્તી, દીવા વગેરે અને (33) વલસાડના અટગામથી ઓર્ગેનિક પ્રોડકટમાં હળદર, મધ, ચા મસાલો, ગોળ, સરગવાનો પાઉડર વગરે પ્રોડક્ટ સ્ટોલ પર જોવા મળશે. વડાપ્રધાનશ્રીની ઉડતી મુલાકાત વેળા સખી મંડળના 33 સ્ટોલ પર બે મહિલા જ્યારે રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટોલ પર ચાર સભ્યો ઉપસ્થિત રહેશે. સભા મંડપમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થશે ત્યારે અંદાજે 200 મહિલાઓ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમેળકાભેર સ્વાગત કરશે. ત્યારબાદ વડાપ્રધાનશ્રી ડોમમાં ઉપસ્થિત અંદાજે 1 લાખથી વધુ મહિલાઓનું અભિવાદન ઝીલી મુખ્ય સ્ટેજ તરફ પ્રયાણ કરશે.