DEDIAPADAGUJARATNANDODNARMADASAGBARA

ન્યૂયર પહેલા નર્મદા પોલીસ એલર્ટ, એલસીબી એ ૭.૧૧ લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો

ન્યૂયર પહેલા નર્મદા પોલીસ એલર્ટ, એલસીબી એ ૭.૧૧ લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો

 

મહારાષ્ટ્ર થી સુરત લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

આગામી 31 ને લઈ ગેરકાયદેસર દારૂની હેરાફેરી સંદર્ભે પોલીસ સખત વોચ રાખી રહી છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર સાગબારા પો.સ્ટે. વિસ્તારના ધનશેરા ચેક પોસ્ટથી મહારાષ્ટ્ર તરફ ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે ઉપર ઉમિયા હોટેલની સામે રોડ પરથી આઇસર ટ્રકમાંથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે કુલ કિ.રૂ. ૧૪,૭૭,૪૪૦ /-ના મુદ્દામાલ સાથે આઇસર ટ્રક ડ્રાઇવર તથા ક્લીનરને દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો કેસ એલ.સી.બી. નર્મદા એ શોધી કાઢ્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી, નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહિ અંગેની વોચ તપાસમા હતા જે દરમિયાન જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓને બાતમી મળેલ કે એક આઇસર ટ્રક જેનો રજી. MH-14GD-1845 નો ઇગ્લીશ દારૂ ભરી શાહદા(મહારાષ્ટ્ર) તરફથી સાગબારા દેડીયાપાડા તરફ થઇ સુરત જવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને બાતમીથી વાકેફ કરી સાગબારા ખાતીની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર નાકાબંધી કરી બાતમીવાળો આઇસર ટ્રક આંતરી ટ્રકની ઝડતી તપાસ કરતાં ઇંગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ તથા ટીન બીયર નંગ-૪૧૭૬/- કિંમત રૂપિયા ૭,૧૧,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદર આઇસર ચાલક શાહનવાજ ગફુરમીયા નાકવા રહે નુરાની મસ્જીદ પાછળ, ડો.ઝાકીર હુસેન નગર, ગોવાંદી, શિવાજી નગર, બોમ્બે (મહારાષ્ટ્ર) તથા ટ્રક ક્લીનર નિકુંજ અશોક શાહ રહે.ટીબાના મોવાડા, રોડ વાળુ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડા નાને પ્રોહીબીશનના કામે હસ્તગર કરી ગુનાના કામે આઇસર ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે કિ.રૂ. ૧૪,૭૭,૪૪૦/-ના મુદ્દામાલ સાથે આઇસર ટ્રકના ડ્રાઇવર તથા ક્લીનરને ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સાગબારા પો.સ્ટે.માં ગુનો રજી. કરાવવામાં આવેલ તથા આગળની વધુ તપાસ ચાલુ છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી નર્મદાએ મોટા જથ્થામાં દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે સાગબારા પોલીસ ઊંઘથી ઝડપાઈ તેમ પણ કહી શકાય

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!