NANDODNARMADASAGBARA

નર્મદાના સેલંબામાં કોમી અથડામણ બાદ પોલીસ દ્વારા શાંતિ સ્થાપવા પ્રયાસ, પોલીસે આગેવાનો સાથે બેઠક કરી

નર્મદાના સેલંબામાં કોમી અથડામણ બાદ પોલીસ દ્વારા શાંતિ સ્થાપવા પ્રયાસ, પોલીસે આગેવાનો સાથે બેઠક કરી

 

અગામી સમયમાં નવરાત્રી તેમજ ભારત પાકિસ્તાન મેચ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે નર્મદા પોલીસની કવાયત

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના છેવાડાના ગામ સેલંબા ખાતે બજરંગદળ આયોજિત સૌર્ય યાત્રા દરમિયાન બે કોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદ દુકાનોમાં અગ ચાંપી અને લૂંટના બનાવો સામે આવ્યા હતા ત્યારે સેલંબા માં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી નર્મદા પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડી સઘન તપાસ હાથ ધરી હતી

સાગબારા તથા સેલંબા ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ગતરોજ પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબે તથા નર્મદા જીલ્લાના અન્ય પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ દ્વારા ફુટ પેટ્રોલીંગ તથા ફ્લેગ માર્ચ કરવામાં આવી તેમજ સેલંબા ખાતે જાહેર જનતા સાથે શાંતી સમિતીની મીટીંગ તથા વાર્તાલાપ કરવામાં આવ્યો

 

નર્મદા જીલ્લામાં સાગબારા પો.સ્ટે. વિસ્તારના સેલંબા ખાતે તાજેતરમાં બનેલ કોમી હિંસાના બનાવ અનુસંધાને કાયદો અને વ્યવસ્તાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતી કાયમ રહે તે માટે નર્મદા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે જે અંતર્ગત સેલંબા ટાઉન વિસ્તારમાં પોલીસ અધિક્ષક નર્મદા તથા નર્મદા જીલ્લાના અન્ય પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ દ્વારા ફુટ પેટ્રોલીંગ તથા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી અને આ ફુટ પેટ્રોલીંગ તથા ફ્લેગ માર્ચ દ્વારા સેલંબા ટાઉન વિસ્તારના આમ નાગરીકોમાં પોલીસ દ્વારા સુરક્ષા અંગે સંપુર્ણ ભરોસો સ્થાપિત કરવા પ્રયાસ કરાઇ રહ્યા છે

ફ્લેગ માર્ચ સાથે સેલંબા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં તમામ ધર્મના આગેવાનો ધાર્મિક ધર્મગુરૂઓ તથા વેપારી એસોશીએશન, અસરગ્રસ્ત વેપારીઓ તથા અલગ-અલગ સમાજના આગેવાનો, નવરાત્રી આયોજકો તેમજ અન્ય પ્રબુધ નાગરીકો સાથે આગામી ભારત- પાકિસ્તાન ક્રિકેટ મેચ તથા નવરાત્રી પર્વ અનુસંધાને સેલંબા ટાઉન તથા આસપાસના વિસ્તારોમાં જાહેર સુલેશ શાંતી કાયમ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે બાબતે હાજર તમામ લોકો સાથે મિટિંગ નું આયોજન કરાયું હતું કોઇપણ પ્રકારની અફવાઓ નહી ફેલાવી આવી અફવાઓ બાબતે પોલીસને તાત્કાલીક જાણ કરવા પોલીસે પ્રજાને અપીલ કરી છે નર્મદા પોલીસ હંમેશા તેઓની સુરક્ષા માટે તત્પર હોવા અંગે પોલીસ વડાએ બાંહેધરી આપી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!