NANDODNARMADA

એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

 

યોગ એ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે – સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પૂરીએ યોગના વ્યકિતગત લાભો સાથે તેના સામૂહિક અને સામાજિક ફાયદાઓ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ કરવું એ આપણા માટે ગૌરવની વાત છે. યોગ માત્ર કસરત નહીં, પણ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો માર્ગ છે. યોગ ભારતીય સંસ્કૃતિની ભેટ છે અને ટકાઉ જીવનશૈલી માટે આવશ્યક છે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબની પ્રતિમાના પ્રેરણાદાયી સ્થાને અને માઁ નર્મદાના પાવન તટ પર યોગ કરવું એ આપણું ગૌરવ છે. વડાપ્રધાનએ યુનો દ્વારા વિશ્વમંચ પર યોગને સ્થાન અપાવ્યું અને ભારતીય સંસ્કૃતિ યોગને આજે સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહ્યો છે. કોરોના જેવી મહામારી બાદ લોકો યોગ અને આયુર્વેદ તરફ હવે પાછાં વળ્યા, જે આપણી પરંપરાની મહત્તા દર્શાવે છે. યોગ જીવનની દિનચર્યાના પ્રારંભનો અભિન્ન ભાગ બને તે માટે સૌને અનુરોધ કર્યો હતો.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને તેને હરિયાળું બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં યોગ કરીને વિશ્વને યોગ સાથે એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. યોગને જીવનમાં આત્મસાત કરવા શ્રીપુરે સૌને અનુરોધ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!