NANDODNARMADA

જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબેના અધ્યક્ષતામાં મોકડ્રીલની બેઠક યોજી

જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબેના અધ્યક્ષતામાં મોકડ્રીલની બેઠક યોજી

 

રાજપીપલા પોલીસ અધિક્ષકની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે “આંતકીવાદી હુમલા” મોકડ્રીલની ચર્ચા કરાઈ

 

તા. ૨૧ મી ઓકટોબરે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ ખાતે “આંતકવાદી હુમલા” બાબતે મોકડ્રીલ યોજાશે

 

મોકડ્રીલ સંદર્ભની ખોટી અફવાઓથી પ્રજાજનોને દુર રહેવા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબેએ જાહેર અપીલ કરી*

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

આગામી તા. ૩૧ ઓકટોબર ૨૦૨૪ ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે તા. ૧૯ ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબેના અધ્યક્ષતામાં રાજપીપલા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે “આંતકીવાદી હુમલા” અંગે મોકડ્રીલ બેઠક યોજાઈ હતી.

તા. ૨૧ મી ઓકટોબરના રોજ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ ખાતે “આંતકવાદી હુમલા” બાબતે મોકડ્રીલનુ આયોજન કરવામાં આવેલ છે. જે અંગે જિલ્લાના સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. મોકડ્રીલથી પ્રવાસીઓ-જાહેર જનતા કે જિલ્લાવાસીઓએ કોઇપણ જાતના ભય કે ગભરાટમાં આવવું નહી તેમજ મોકડ્રીલ સંદર્ભની ખોટી અફવાઓથી પ્રજાજનોને દુર રહેવા જિલ્લાના પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબેએ જાહેર અપીલ કરવામાં આવી છે.

 

ઉપરાંત, આકસ્મિક દુર્ઘટનાના મોકડ્રીલની લોકોમાં ખોટી માહિતી, અફવા કે ભય ન ફેલાય તે જોવા પણ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક-સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા તમામ માધ્યમકર્મીઓને તથા પ્રજાજનોને પણ ખાસ સાવચેતી સાથે કાળજી રાખવા જિલ્લા પોલીસ વિભાગ નર્મદા તરફથી ભારપૂર્વક અનુરોધ કરાયો છે.

આ બેઠકમાં એકતાનગર SRPF ગૃપ-૧૮, સેનાપતિશ્રી એન્ડ્રુ મેકવાન, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના CISF ડેપ્યુડી કમાન્ડશ્રી અભિષેકકુમાર સાહુ, એકતાનગર ડિવીઝન/રાજપીપલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સંજય શર્મા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નુયમન સત્તામંડળ એકતાનગરના નાયબ પોલીસ અધિક્ષકશ્રી રિયાઝ સરવૈયા, નર્મદા યોજના ડેમ ડિવીઝન નંબર-૨, એકતાનગરના કાર્યપાલક ઇજનેર શ્રી મનોજ પરમાર સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં

Back to top button
error: Content is protected !!