નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર જૂના ઘાંટા ખાતે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લો આદિવાસી પછાત જીલ્લો છે અહીંયા વિસ્તારોમાં આદિવાસી સમાજના વિકાસ અને ઉત્થાન માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ તંત્ર અનેક કાર્યક્રમો આયોજન કરે છે તેવીજ રીતે એક સામાજિક સંસ્થા દ્વારા જૂના ઘાંટા ગામે મહિલાઓ માટે જન જાગૃતિ અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન કાર્યક્રમ નું આયોજન કરાયું જેમાં જિલ્લા પંચાયત નર્મદાના આરોગ્ય સમિતિના ચેરમેન ર સ્મિતા કુમારી વસાવા પણ ઉપસ્થિત રહ્યા આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે દીકરીઓ આગળ આવે અને મુખ્ય ધારા જોડે જોડાયતે માટે દિકરીઓને પોતાના ચાલુ અભ્યાસક્રમ દરમિયાન આર્થિક અને અન્ય જે પણ રીતે મદદરૂપ થવાય તે માટે દીકરીઓને મારો સંપર્ક કરીને આર્થિક અને સામાજિક રીતે જે પણ દીકરીઓને મદદની જરૂર હોય તે દીકરીઓને મદદરૂપ થવાની અંતઃકરણપૂર્વક ખાતરી આપી.
નર્મદા જિલ્લામાં જે આદિવાસી બાહુલ્ય જિલ્લો છે જ્યાં શિક્ષણનુ સ્તર ખુબ જ નીચું છે જેમાં આવી જ રીતે કાર્યક્રમો દ્રારા જનજાગૃતિ કાર્યક્રમો કરીને સમાજને એક મંચ પર લાવીને અને આગળ પણ આદિવાસી વિસ્તારમાં આવા કાર્યક્રમો કરીશું અને આર્થિક અને સામાજિક રીતે અને અન્ય રીતે મદદરૂપ થઈએ એજ ખરી સેવા છે તેમ રસ્મિતાકુમારી વસાવાએ જણાવ્યું હતું