GUJARAT

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી

એકતા નગર
વાત્સલ્યમ સમાચાર

સરદાર સાહેબને સમર્પિત વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોમાં નવી ઊર્જાનું સિંચન કરશે – ગવર્નર શ્રી શક્તિકાંત દાસ
• ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેવબને ભાવાંજલી અર્પી.
—–
રાજપીપલા, રવિવાર :- ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ એ આજરોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાંથી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળીને ભવ્યતા અનુભવી હતી. ગવર્નરશ્રી દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૫ માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.

આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉપસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન સહિત સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ નિહાળ્યા બાદ નોંધપોથીમાં પોતાના પ્રતિભાવોમાં ગવર્નરશ્રી દાસે જણાવ્યું હતું કે, મને અહી આવવાની સુવર્ણ તક મળી, હું ભાગ્યશાળી છું, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોને પ્રેરિત અને એકત્રિત કરશે. યુવાનોમાં નવી ઊર્જા અને ઉત્સાહનું સિંચન કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ગાઈડશ્રીએ જુબીન ગમીરે ગવર્નરશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ અને વિશેષતાની ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન ઇક્યમન સત્તામંડળના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયા તરફથી ગવર્નરશ્રીને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કરાઈ હતી.


તદઉપરાંત ગવર્નશ્રી દાસે સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. જ્યાં, તેઓશ્રીએ ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર શ્રી આર. એન. રાવલ પાસેથી ડેમ સાઇટની ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન ઇક્યમન સત્તામંડળના નાયબ કલેકટર સર્વશ્રી દર્શક વિઠલાણી, શ્રી શિવમ બારીયા અને નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ પટેલ સહિતના અધિકારીશ્રીઓ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસની મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!