GARUDESHWARNANDODNARMADA

એકતાનગર ખાતે બે દિવસીય “ભારતીય ભાષા સંગમ” શિબિરનો આજથી પ્રારંભ

એકતાનગર ખાતે બે દિવસીય “ભારતીય ભાષા સંગમ” શિબિરનો આજથી પ્રારંભ

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હી અને SOUના સંયુક્ત ઉપક્રમે ૧૮-૧૯ ઓગષ્ટે ભાષા સંગમ યોજાશે

ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, કન્નડ જેવી મહત્વની ભાષાઓમાં થયેલા સાહિત્યિક ખેડાણ અંગે વિવિધ રાજ્યોમાંથી આવનારા મહાનુભાવો પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરશે

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા.૧૮ અને ૧૯ ઓગષ્ટ,૨૦૨૩ના રોજ ભારતીય ભાષા સંગમ શિબિર યોજાશે. ટેન્ટસિટી-૧ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ- નવી દિલ્હી તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાનારા બે દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરને આજે ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ખુલ્લી મૂકાશે. બે દિવસ દરમિયાન વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને ભાષા નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં ગહન ચિંતન-ચર્ચાઓ વર્તમાન સમયની સ્થિતિ અને ચુનૌતી ભૂમિકા અંગે સત્ર દરમિયાન ભાષા અંગે આદાન પ્રદાન કરવામાં આવશે.

વિવિધતામાં એકતાના દર્શન કરાવતી પ્રાદેશિક અને માતૃભાષા જ્ઞાન વિજ્ઞાનને જોડવાનું કામ કરે છે. ભાષાના માધ્યમ થકી વહીવટમાં સરળતા અને લોકોને સમજણમાં ઉપયોગી બને છે. તે માટે ભારતના વિવિધ રાજ્યોની ભાષાનું એક પ્રદર્શન પણ આ કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યું છે.

વડાપ્રાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં પણ પ્રાદેશિક ભાષાઓને મહત્વ આપીને મેડીકલ – એન્જિનિયરીંગ અભ્યાસમાં પણ માતૃભાષામાં અભ્યાસક્રમને પ્રાધાન્ય આપવાની વાત કહેવામાં આવી છે. એકતાનગર ખાતેના આ સેમિનારથી ભાષાને પ્રેરક બળ મળશે અને વિચાર- વિમર્શ- મંથન થકી ભાષાને અભ્યાસક્રમમાં મૂર્તિમંત થવાનો અવકાશ મોકળો બનશે. વિવિધ રાજ્યોમાંથી આવનારા મહાનુભાવો આ બે દિવસીય સેમિનારમાં ભાગ લેશે અને પોતાના વિચારો વ્યક્ત કરશે. જેમાં ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, કન્નડ જેવી મહત્વની ભાષાઓ થકી સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરવામાં આવ્યું છે તેની પણ ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સાહિત્યકારો અને પ્રખર વિદ્વાન આ સેમિનારમાં ભાગ લઈને ભાષા પ્રત્યેના પ્રેમને ઉજાગર કરશે, અંગ્રેજીનો વિરોધ નહીં પણ અવેજી ભાષા તરીકેના દ્વાર તરીકે જ્ઞાન મેળવવામાં ખુલ્લા રહેશે અને માતૃભાષા વહીવટમાં પત્રાચારમાં આમ જનતાને ઉપયોગી સાબિત થશે.

આ શિબિરમાં પ્રથમ દિવસે ભારતીય ભાષાઓની એકાત્મતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ભાષાઓની ભૂમિકા, ભારતીય ભાષાઓની એકાત્મતાના આધારસ્રોત, શિક્ષણ સંશોધન અને ભારતીય ભાષાઓ, શાસન-પ્રશાસન અને ભારતીય ભાષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા-રોજગારમાં ભારતીય ભાષાઓ, વેપાર-વ્યવસાય અને નાણાકીય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતીય ભાષાઓ, કાયદો અને ન્યાય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ બાબતોને કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવશે. તેના બીજા સત્રમાં ભારતીય ભાષાઓની વર્તમાન સ્થિતિ અને પડકારો તેમજ ભાષા સંસ્થાનો અને અકાદમીઓની ભૂમિકા અંગે પણ વિચારો પ્રસ્તુત કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં ભાષા સંબંધી જોગવાઈઓ અને તેની અમલવારીના સંદર્ભમાં શિક્ષણ મંત્રીઓ સાથે પરિસંવાદ યોજાશે.

એકતાનગર ખાતેની આ બે દિવસીય શિબિરમાં ગોવાના રાજ્યપાલ પી. એસ. શ્રીધરન પિલ્લઈ, રાજ્યસભાના સાંસદ ડો. અશોક બાજપેયી, ગુજરાતના યુવા,ખેલ અને સાંસ્કૃતિક મંત્રાલયના મુખ્ય સચિવ અશ્વિનીકુમાર(IAS), શિક્ષા-સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડો. અતુલ કોઠારી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્‍હા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાસચિવ ડો. જયેન્દ્રસિંહ જાદવ સહિત ભાષા-સાહિત્ય જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે. મુખ્ય ભાષણ પદ્મભૂષણ પ્રો. કપિલ કપૂરજી આપશે અને ભાષા અંગે સમૂહ ચિંતન મનન કરશે. આ સંગમમાં ભારતની ૨૨ બંધારણીય ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધનની આગામી સમયની રણનીતિ –રોડમેપ તૈયાર કરવામાં આવશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!