NANDODNARMADA

સંવિધાન દિવસ નિમિત્તે ગોધરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજપીપલા રત્ન એવા શિવરામ પરમારનું સંબોધન

સંવિધાન દિવસ નિમિત્તે ગોધરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજપીપલા રત્ન એવા શિવરામ પરમારનું સંબોધન

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

ગોધરા મુકામે તા. ૨૪ નવેમ્બરે અનુસૂચિત જાતિ સૌરભ સામયિક અને પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત સંવૈધાનિક યુવા સૌરભ શિબીરમાં મુંબઈના જાણીતા સંગીતકાર શિવરામ પરમારને ખાસ આમંત્રિત કરાયા હતા.

મધ્ય ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી ઉપસ્થિત યુવાધનને પ્રેરક સંબોધન કરતાં શિવરામ પરમાર એ અન્યના સ્ટેટ્સ જોવામાં સમય વ્યર્થ કરવા કરતાં પોતાનું સ્ટેટસ શું બનાવવું છે તેના વિશે આત્મચિંતન કરીને જીવનમાં આગળ વધવાનું આયોજન કરવાનું સમજાવ્યું હતું. વધુમાં તેમણે પોતાના સંઘર્ષની પ્રેરક દાસ્તાન કહીને હંમેશા હું પછાત છું એવી લઘુતાગ્રંથિ રાખ્યા વિના પોતાની પ્રતિભા નિખારવા પરિશ્રમશીલ બનવા પ્રેર્યા હતા.

 

વધુમાં જણાવ્યું હતું કે કુદરતે તમને સંપૂર્ણ આપ્યું છે ફકત તેને બહાર લાવો,રસ હોય તે તરફ ધ્યાન આપી સતત એ મુજબ મહેનત શરૂ કરી દો સફળતા ઇંતેજારી માં હશે બિલોડી (અંતર ગોળ અરીસો)ગ્લાસ થકી એક જગ્યાએ સૂર્યના કિરણો પડતા એ જગ્યા તપે અને આગ પેદા કરે તેમ એક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી સફળતા મેળવીએ

 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુળ રાજપીપળાના સ્વબળે મુંબઈ જેવી માયાવી નગરીમાં પોસ્ટ પ્રોડક્શન સ્ટુડિયો કે જેમાં ગદર-૨ સહિતની ૫૦૦ જેટલી ફિલ્મોનું પોસ્ટ પ્રોડક્શન સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે. આંમ છતાં તેનાથી અંજાયા વિના સમાજ ઉત્થાન માટે સમય ફાળવનાર શિવરામ પરમારના પ્રેરક વ્યક્તિત્વથી સહુ પ્રભાવિત થયા હતા…

Back to top button
error: Content is protected !!