NANDODNARMADA

નર્મદના લાછરસ ગામે મધરાત્રીએ વાવાઝોડાથી ઘર ધરાશાયી ૧૧ વર્ષીય બાળકીનું મોત

નર્મદના લાછરસ ગામે મધરાત્રીએ વાવાઝોડાથી ઘર ધરાશાયી 11 વર્ષીય બાળકીનું મોત

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના મોટાભાગના ગામોમાં ૩૧ મી મધરાત્રીએ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં નાંદોદ તાલુકાના લાછરસ ગામે કરુણાંતિકા સર્જાઇ હતી વાવાઝોડાના કારણે એક ઘર ધરાશાયી થતા ૧૧ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે

પ્રાપ્ત માહિતી અનુસાર 31મી મધ્યરાત્રીએ નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેમાં નાંદો તાલુકાના લાછરસ ગામે હષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ પડતાં ઘરવખરીનું નુકશાન થયું હતું અને પટેલ હર્ષદભાઈ મથુરભાઈ પટેલ, ઉ.વ. આશરે ૬૦ વર્ષ અને રીંકુબેન જીજ્ઞેશભાઈ પટેલ, ઉ.વ.આશરે ૧૦ વર્ષ દિવાલ પડતાં દબાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે રાજપીપળા સિસવિલમાં લાવવામા આવ્યા હતા સારવાર દરમ્યાન રીંકબેન જજ્ઞેશભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું જેથી સમગ્ર ગામમાં માતમ છવાયો છે

Back to top button
error: Content is protected !!