GARUDESHWARNANDODNARMADA

આજે એકતાનગર ખાતે મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

આજે એકતાનગર ખાતે મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

મેરીટાઇમ સેક્ટરની સમગ્ર પ્રગતિને લગતા મહત્વની બાબતો પર વિશેષ ભાર આપવામાં આવશે

રાજપીપલા : જુનેદ ખત્રી

કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્થિત ટેન્ટસીટી-૨ ખાતે આજે યોજાનારી મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (MSDC) ની બેઠકમાં બેઠકમાં કાઉન્સિલ સાગરમાલા પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના લોથલમાં ડેવલપમેન્ટ ઓફ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અમલીકરણ સંબંધિત વિવિધ વિકાસ એજન્ડા પર ચર્ચા કરાશે. સાથે ભારતમાં આવેલા બંદરો મોટી નદીઓના જોડાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

રાષ્ટ્રીય જળમાર્ગ પડકારોનો વિકાસ અને રોપેક્સ/ફેરી શહેરી પેસેન્જર જળમાર્ગ પરિવહન, રોડ અને રેલ પોર્ટ કનેક્ટિવિટી, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સફળતાની વાર્તાઓ અને રાજ્ય મેરીટાઇમ બોર્ડ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ/પડકારો પર ચર્ચા કરાશે. જયારે ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ, મંત્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર સહિત શ્રીપદ નાઈક, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ એન્ડ ટુરિઝમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, માંકલ વૈધ, શાંતાનુ ઠાકુર, મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ સ્ટેટ ફોર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટર ફોર ફિશર્સ, પોર્ટ એન્ડ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ, ગવર્મેન્ટ ઓફ કર્ણાટક સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

ઉપરાંત ટી.કે. રામચંદ્રન, સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ પોર્ટસ, શિપિંગ એન્ડ વોટરવેઝ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સંજય મલ્હોત્રા, સેક્રેટરી (રેવેન્યુ), મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અજય સેઠ, સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમીક અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તુહિન કાન્તા પાંડે, સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટ એન્ડ પબ્લિક મેનેજમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સુશ્રી એની જ્યોર્જ મેથ્યુ, સ્પેશિયલ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ એક્ષપેન્ડિચર, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડો. ટી.વી.સોમનાથન, ફાઈનાન્સ સેક્રેટરી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, વિવેક જોશી, સેક્રેટરી (ફાઈનાન્સિયલ સર્વિસ), ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ સર્વિસિસ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સહિતના સેક્રેટરીઓ હાજર રહેશે. અને એકતા નગર ખાતે મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં પોતાના મંતવ્યો રજૂ કરશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!