નર્મદા : નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં સહકાર પેનલનો બિનહરીફ વિજયી
રાજપીપલા : જુનેદ ખત્રી
26/09/2024 ના રોજ તાલુકા સંઘની ટર્મ પૂરી થતા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં તા 28/09/2024 ના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સહકાર પેનલના તમામ હોદેદારોએ ઉમેદવારી નોંધાવી હતી આજે જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત સમર્પિત સહકાર પેનલના તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં પ્રમુખ તરીકે સુનિલભાઈ ચાવડા મહામંત્રી તરીકે અનિલભાઈ વસાવા ઉપપ્રમુખ તરીકે સોલંકી મહિલા ઉપપ્રમુખ તરીકે હેમાલીનીબેન વસાવા અને ખજાનચી તરીકે પ્રશાંતભાઈ ચૌહાણ પ્રસાદ તેમજ અન્ય તમામ હોદ્દેદારોને બિનહરીફ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉના ત્રણ વર્ષમાં શિક્ષકો માટે આ પેનલ દ્વારા જે કાર્યો કરવામાં આવેલા હતા તે કાર્યને જોતા સામે કોઈ પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી અને સમગ્ર ટીમ બિનહરી વિજેતા જાહેર કરી થઈ હતી.