રાજપીપલા રંગ અવધૂત મંદિર પાસે ચોર પકડાયા હોવાની અફવા ફેલાતા લોક ટોળાં ભેગા થયા
જાગૃત નાગરિક અને પોલીસ માણસોએ તપાસ કરતા મહારાષ્ટ્રનો સંઘ મશાલ લઈ પાવાગઢ યાત્રાએ જતો હોવાનું સામે આવ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં પાછલા કેટલા દિવસોથી રાત્રે દરમિયાન ચોર આવે છે જે ચોર ચડ્ડી અને બંડી પહેરીને ઓઇલ લગાવીને આવે છે તેવા મેસેજો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેવી અફવાઓ ફેલાતા લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે થોડા દિવસ અગાઉ પ્રતાપનગર ખાતે એક સાધુ ને ચોર સમજી લોકોએ માર પણ માર્યો હતો.
આજે ૩૦.૦૯.૨૪ ના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભક્તો માતાજીની મશાલયાત્રા લઈને જઈ રહ્યા છે ત્યારે તેમાંથી બે ત્રણ યુવાનો રાજપીપલા કાળા ઘોડાખાતે જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા ફરતા હતા ત્યારે કેટલાક લોકોએ ચોર સમજીને તેમને ઘેરી લીધા હતા ત્યારે ત્યાં ફરજ પરના ટીઆરબી જવાનોની સમય સૂચકતા ને કારણે તેઓનો બચાવ થયો હતો
પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તેઓને રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને ખરાઈ કરીને પરત તેઓને યાત્રામાં જોડાવા માટે જવા દીધા હતા આ બાબતે યાત્રા લઈને જઈ રહેલા યુવાને કહ્યું હતું કે અમે માતાજીની મશાલ યાત્રા લઈને મહારાષ્ટ્ર થી આવ્યા હતા હવે પરત જઈ રહ્યા છે
બોક્ષ
ચોરોની અફવાથી હાલ માહોલ ભય જનક જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા એ પણ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે ઉપરાંત કોઈ શકમંદ દેખાય તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે ઉપરાંત લોકો કાયદો હાથમાં નહિ લે તેવી પણ અપીલ કરી હતી ત્યારે લોકો પણ કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ રૂપ બને અફવાઓ થી દુર રહે અને કોઈ નિર્દોષ લોકો અફવાઓ ના કારણે લોકોના રોષ નો ભોગ ન બને તે પણ જરૂરી છે