NANDODNARMADA

દેડિયાપાડાના નવાગામે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા એ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

દેડિયાપાડાના નવાગામે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા એ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ ૨૧મો ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત: દેડિયાપાડા તાલુકાનાં નવાગામે ‘શાળા પ્રવેશોત્સવ ઉજવણી..ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે ભુલકાઓને બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

 

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી થતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે આજે બીજા દિવસે … ભૂલકાઓ કુમકુમ-તિલક કરીને શાળામાં પ્રવેશ આપાવામાં આવ્યો છે. જે એમને પ્રોત્સાહિત કરવા માટે અનેરો અવસર છે.

આ વેળાએ કલેકટરના હસ્તે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, ગણવેશ દફતર ભેટ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!