
શીશા ગામે આકસ્મિક આગથી ઘર ભસ્મીભૂત, ગ્રામ પંચાયત દ્વારા સહાયની માંગ*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/05/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના શીશા ગામમાં વસતા વસાવા માધુભાઈ બારીયાભાઈના ઘરમાં ગત તા. 22/05/2025ના રોજ બપોરના સમયે અચાનક આકસ્મિક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં આખું મકાન ઘરવખરી સહિત બળી ખાખ થઈ ગયું હતું.
આ ઘટનામાં અંદાજે રૂપિયા 3,50,000થી વધુનું નુકસાન થયું હોવાનું ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પાઠવાયેલા પત્રમાં જણાવાયું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે પશુહાનિ થઈ નથી.
શીશા ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારી, દેડીયાપાડાને પત્ર લખી પીડિત પરિવારને તાત્કાલિક સહાય અને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. ગામલોકોમાં પણ ઘટનાને લઈને દુઃખની લાગણી ફેલાઈ છે અને પીડિત પરિવારને સરકાર તરફથી ઝડપી સહાય મળે તેવી માંગ ઉઠી રહી છે.



